Gandhinagar News: ગુજરાતમાં કોરોના બાદ નવા વાયરસની 'એન્ટ્રી', આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને ચેતવ્યા!

Gujarat Tak

• 08:01 PM • 15 Jul 2024

Chandipura virus infection: ગુજરાતમાં કોરોના બાદ વધુ એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે. સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાઈરસ નામનો વાયરસ ફેલાય રહ્યો છે

Chandipura virus infection

Chandipura virus infection

follow google news

Chandipura virus infection: ગુજરાતમાં કોરોના બાદ વધુ એક નવા વાયરસની એન્ટ્રી થઈ છે. સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાઈરસ નામનો વાયરસ ફેલાય રહ્યો છે, જેને કારણે પાંચ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે હજુ પણ 3 જેટલા બાળકો હાલમાં સારવાર હેઠળ છે. આ વાયરસને લઈને આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ રોગથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે અને આ કોઇ નવો રોગ નથી.સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે.

કેવી રીતે થાય છે ફેલાય છે આ વાયરસ?

વધુમાં તેમણે જણાવ્યું કે, આ વેકટર -અસરગ્રસ્‍ત સેન્‍ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહીનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો, અને ખેંચ આવવી એ આ રોગ ના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રીએ અનુરોધ કર્યો છે. મંત્રીએ રાજ્યમાં હાલ આ રોગની સ્થિતિ વિષે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી

કયા કેટલા કેસ નોંધાયા

સાબરકાંઠા જિલ્લામાં 4 , અરવલ્લી જિલ્લામાં 3 , મહીસાગર અને ખેડા જિલ્લામા એક- એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાન 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવી હોય આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે તમામ ના સેમ્પલ પુના ખાતેની લેબમા પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જેનું પરિણામ સરેરાશ 12 થી 15 દિવસમાં આવે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું કે, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે પરંતુ સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે. વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.

ચાંદીપુરા વાયરસ શું છે?

ચાંદીપુરા વાયરસ પ્રમાણમાં ઓછો જાણીતો વાયરસ છે જે રાબડોવિરિડે, જીનસ વેસિક્યુલોવાયરસનો છે. આ વાયરસની ઓળખ સૌપ્રથમ 1965 માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં ફાટી નીકળતી વખતે થઈ હતી, તેથી તેનું નામ છે. ત્યારથી, ભારતના વિવિધ ભાગોમાં તેમજ એશિયા અને આફ્રિકાના અન્ય દેશોમાં છૂટાછવાયા રોગચાળો નોંધાયો છે.

આ વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે, અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે.
 

    follow whatsapp