SURAT માં તાપી નદી કિનારે માથા વગરનું ધડ મળતા પોલીસ દોડતી થઇ

સુરત : શહેરના સિંગણપોરની તાપી નદીના કિનારેથી એક યુવકની લાશ મળી આવી છે. નદી કિનારેથી યુવકનું ધડ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. પોલીસનો ભારે…

gujarattak
follow google news

સુરત : શહેરના સિંગણપોરની તાપી નદીના કિનારેથી એક યુવકની લાશ મળી આવી છે. નદી કિનારેથી યુવકનું ધડ મળી આવતા પોલીસ દોડતી થઇ છે. પોલીસનો ભારે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ તો યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ પોલીસે તપાસ આદરી છે. માથુ નહી મળતા માત્ર ધડના આધારે શરીર પર રહેલા વિવિધ નિશાનના આધારે તપાસ આદરી છે.

સીંગણપોર વિસ્તારમાં તાપી નદી કિનારે મૃતદેહ તણાઇ આવ્યો
સુરતના સીંગણપોર વિસ્તારમાં આવેલી તાપી નદીના કિનારે આજે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. જો કે ચોંકાવનારી બાબત કહી શકાય કે આ યુવકનું માત્ર ધડ જ હતું. યુવકના મૃતદેહને કિનારે તણાઇ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જથી સિંગણપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જો કે યુવકના શરીરની તપાસ દરમિયાન કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેમાં તેનું નામ વિપુલ મકવાણા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે તેનો મૃતદેહ પીએમ અર્થે મોકલ્યો છે.

પોલીસ દ્વારા હત્યાની થિયરીના આધારે તપાસ
હાલ તો પોલીસ હત્યાની થિયરી પર તપાસ ચલાવી રહી છે. જો કે યુવકનું માથુ નહી મળતા પોલીસે તપાસ આદરી છે. નદીના કિનારાના અન્ય વિસ્તારોમાં તેનું માથુ શોધવા માટે પોલીસ મથામણ કરી રહી છે. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ ઘટના પરથી પરદો ઉચકાશે. ફાયરની મદદથી પોલીસ દ્વારા માથુ શોધવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે હજી સુધ માથુ મળ્યું નથી.

    follow whatsapp