અમદાવાદ : આજે ગુજરાતમાં સરકાર અને લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા હતી. જે શાંતિપુર્ણ વાતાવરણમાં પરીક્ષા પુર્ણ થઇ હતી. આ પરીક્ષા પુર્ણ થયા બાદ આઇપીએસ હસમુખ પટેલ દ્વારા તત્કાલ પત્રકાર પરિષદ આયોજીત કરી હતી. જેમાં તેમણે પરીક્ષા શાંતિપુર્ણ રીતે પુર્ણ થઇ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકારના 64 હજાર કર્મચારીઓ ખડેપડે હાજર રહ્યા હતા. જેના કારણે આ પરીક્ષા શાંતિપુર્ણ રીતે પુર્ણ થઇ ચુકી છે. ગુજરાત સરકારના પોલીસ, ઇન્ટેલિજન્સ, મહેસુલ, સહિત તમામ પ્રકારના દરેકે દરેક વિભાગે પોતાનો સંપુર્ણ સહયોગ અમને પુરો પાડ્યો છે. તેના કારણે જ આ મોટી પરીક્ષા ખુબ જ શાંતિપુર્ણ રીતે અને ફુલપ્રુફ રીતે પાર પડી છે.
ADVERTISEMENT
હસમુખ પટેલે જણાવ્યું કે, તમામ વિભાગોનો હું હૃદયપુર્વક આભાર વ્યક્ત કરૂ છું. તેમના વગર આ ભગીરથ કાર્ય પુર્ણ કરવું કોઇ પણ પ્રકારે શક્ય નહોતું. તમામ વિભાગોએ જાણે પોતાના જ વિભાગનું કામ હોય તે પ્રકારે હાથોહાથ આ કામ ઉપાડ્યું અને આ પરીક્ષાને પુર્ણ કરી છે. તમામ વિભાગોના લાખો કર્મચારીઓએ રાત દિવસ કામ કર્યું છે. આ તેમની મહેનતનું જ પરિણામ છે કે, આજે પરીક્ષા સંપુર્ણ શાંતિપુર્ણ અવસ્થામાં પુર્ણ થઇ છે.
ADVERTISEMENT