તલાટીની પરીક્ષા અને ડમી કાંડને લઈ હસમુખ પટેલે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

ગાંધીનગર: આગામી 7 મેના દિવસે તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે આ પરીક્ષા આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સંમતિપત્ર માંગવામા આવ્યું હતું. આ ટે…

gujarattak
follow google news

ગાંધીનગર: આગામી 7 મેના દિવસે તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે આ પરીક્ષા આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સંમતિપત્ર માંગવામા આવ્યું હતું. આ ટે સંમતિપત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે.કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. આ અંગે અગાઉથી જ હસમુખ પટેલે જાહેરાત કરી દીધી હતી કે જે ઉમેદવારો આ સંમતી પત્ર ભરશે માત્ર તેઓ જ કોલલેટર ડાઉનલોડ કરી શકશે.અને તે જ પરીક્ષા આપી શકશે.

આ મામલે હસમુખ પટેલે પણ ટ્વિટ કરી માહિતી આપી હતી તેમાં કહ્યું છે કે, તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય આજે પૂર્ણ થયો. કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા. જેણે પરીક્ષા આપવી છે તેમણે જ સંમતિ આપી. ગુજરાતના યુવાનોએ જવાબદારી પૂર્વકનું વર્તન કરી સૌ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવાનોની પરિપકવતા અને સમજ માટે માન થાય છે.

તલાટીની પરીક્ષામાં 8 લાખ 65 હજાર ઉમેદવારોએ સંપત્તિ પત્ર ભર્યા. પરીક્ષા માટે A ગ્રેડ ના સારા કેન્દ્રો પસંદ કરવામા આવશે.નવી પહેલા ના કારણે પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં સરળતા રહેશે. પરીક્ષાર્થીઓ ઓછા થવાના કારણે મેન પાવર અને અન્ય સુવિધાઓની બચત થશે.50 ટકા ઉમેદવારોએ પરીક્ષા ન આપવી હોવાથી સંપત્તિ પત્ર ન ભર્યા

ડમી ઉમેદવારને લઈ હસમુખ પટેલનું નિવેદન.
ડમી ઉમેદવારો બાબતે બોર્ડ ને જે માહિતી મળશે તો ચોક્કસ પગલાંઓ લેવામાં આવશે. કોઈ પાસે ડમી ઉમેદવારની માહિતી હોય તે અમને આપે અમે કાર્યવાહી કરીશું. અમને જે માહિતી આપશે તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. અધૂરી માહિતી હોય તો પણ અમને આપવા માટે વિનંતી છે. અને એ અધૂરી માહિતી પર પણ ચોક્સ થી તપાસ કરીશું.

તલાટીની પરીક્ષા માટે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં 8, 65,000 હજાર વિદ્યાર્થીઓએ સંમતિપત્ર ભર્યું છે. આમ માત્ર 50 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન આપ્યું છે. આ પરીક્ષા માટે ઉમેદવારો આગામી સપ્તાહમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.
(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )

    follow whatsapp