Jasapar Village: ગુજરાતમાં અનેક એવા મંદિરો આવેલા છે, જેના વિશેની માન્યતા અને ચમત્કારના કિસ્સાઓ લોકોએ સાંભળ્યા અને અનુભવ્યા હશે. આજે અમે સૌરાષ્ટ્રમાં આવેલા આવા જ એક મંદિર વિશે વાત કરવાના છીએ, જ્યાં લોકો દૂર દૂરથી માત્ર ચા પીવા આવે છે અને તેમની હરસ-મસાની સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ મંદિર જામકંડોરણા તાલુકાના જશાપર ગામમાં આવેલું છે.
ADVERTISEMENT
શું છે મંદિર સાથે જોડાયેલી માન્યતા?
જશાપર ગામમાં હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર સાથે એવી માન્યતા જોડાયેલી છે કે અહીં મંદિરમાં હરસ-મસાની સમસ્યા હોય તેવા ભક્તો માતાજીના દર્શન કરીને પ્રસાદ તરીકે ચા આપવામાં આવે છે. માન્યતા છે કે માતાજીના પ્રસાદમાં અપાયેલી આ ચા પીધા પછી હરસ-મસા, ભગંદર કે હાથ-પગના દુઃખાવાની સમસ્યામાંથી દર્દીને રાહત મળે છે. ચા પીધા બાદ દર્દીએ માનતા રાખવાની હોય છે અને એક અઠવાડિયા પછી આ માનતાને પૂરી કરવાની હોય છે.
શુક્રવાર-રવિવારે દૂર-દૂરથી આવે છે ભક્તો
હરસિદ્ધિ માતાજીનું આ મંદિર વર્ષો જૂનું છે અને ભક્તોની માન્યતા મુજબ માતાજી અહીં હાજરાહજુર બિરાજમાન છે. મંદિરમાં આવનારા ઘણા દર્દીઓની સમસ્યા માત્ર ચા પીવાથી દૂર થયા બાદ શુક્રવાર અને રવિવારે માતાજીના દર્શન કરવા માટે આજુબાજુના ગામડાઓ જ નહીં પરંતુ રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે.
નોંધ: આ લેખમાં લખેલી માહિતીની જાણકારી તેની વિશ્વસનીયતાની ગેરંટી નથી. તેને જુદા જુદા માધ્યમો/જ્યોતિષ/પંચાગ/માન્યતાઓ/ધર્મગ્રંથોથી લઈને તમારા સમક્ષ પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. આથી વાંચકો તેને માત્ર જાણકારીના સંદર્ભમાં લે.
ADVERTISEMENT