'કોઈ સલીમ સુરેશ બનીને દીકરીઓને ફસાવે તો તેને છોડતા નહીં...', લવ જેહાદ પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

Gujarat Tak

20 Jul 2024 (अपडेटेड: Jul 20 2024 10:12 PM)

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગત શુક્રવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપ કાર્યાલય પર કોર્પોરેટરો સાથે બેઠક કરી હતી. જેમાં હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે કડક ભાષામાં સંદેશ આપ્યો હતો.

Harsh Sanghvi Statement on Love Jihad

લવ જેહાદ પર હર્ષ સંઘવીનું નિવેદન

follow google news

Harsh Sanghvi Statement on Love Jihad : રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. તેઓ કાઉન્સિલર મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં હાજરી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કોર્પોરેટર કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. ત્યારબાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે લોકોને સંબોધન કરતા વ્યાજખોરો સામેની મુહીમ અને લવજેહાદ મુદ્દે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. આ સાથે પોલીસની કામગીરી લોકો સમક્ષ રજૂ કરી.

આ દરમિયાન હર્ષ સંઘવીએ અપીલ કરતા કહ્યું હતું કે, સલીમ સુરેશ બની અને સુરેશ પણ સલીમ બની પ્રેમ કરે અને દીકરીઓને ફસાવે તો છોડતા નહીં. વડોદરાની ભોલીભાલી દિકરીઓને સલીમ સુરેશ બનીને પ્રેમ કરીને પ્રેમના નામને બદનામ કરવાવાળા એક એક લોકોને પકડવાની કામગીરી ચાલી રહી છે. પ્રેમ એક પવિત્ર શબ્દ, સંબંધ અને આત્મીયતા છે. પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરી છે.

કોઈની ચિંતા કર્યા વગર પોલીસનો તાત્કાલીક સંપર્ક કરો

તેમણે કહ્યું કે, મારી સૌ માતા-પિતાઓને બે હાથ જોડીને વિનંતી છે. આ પ્રકારના કિસ્સાઓ ધ્યાનમાં આવે તો સમાજની ચિંતા મનમાંથી બહાર કાઢી લો. સમાજ જાણે છે કે ભોલીભાલી દિકરીઓને ફસાવવા માટે આ લોકો પ્રયાસ કરતા હોય છે. એવું કોઈ પણ વ્યક્તિ, પરિવાર હોય, જો આ પ્રકારની ઘટના બની, અને તેમને માહિતી મળે, કોઈની ચિંતા કર્યા વગર પોલીસનો તાત્કાલીક સંપર્ક કરો. આખા પરિવારનુ જીવન બચાવવાની કામગીરી આપણે સૌએ સાથે મળીને કરવાની છે. પ્રેમના પવિત્ર સંબંધને બદનામ થતા રોકવાનું છે અને લોકોના જીવન બરબાદ થતા રોકવાની કામગીરી આપણે સૌએ કરવાની છે.

45 દિવસમાં કચ્છના 6 લવજેહાદના કેસમાં કાર્યવાહી

વધુમાં તેમણે કહ્યું હતું કે, 45 દિવસમાં કચ્છના 6 લવજેહાદના કેસ પકડીને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જેમાં તો ચાર બાળકીઓ સગીર હતી. 18 વર્ષની ઉંમર પણ થઈ ન હતી. આવી બાળકીઓ જોડે જે પ્રકારે ષડયંત્ર કરવામાં આવ્યું તેવા તમામને પકડી પાડવામાં આવ્યા અને દિકરીઓને પરિવારને સોંપવામાં આવી. મારી આપ સૌને વિનંતી છે કે, આ સંબંધ આ દિશામાં જતા દિકરીઓને રોકવાની જવાબદારી આપણી છે.

    follow whatsapp