ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં મુંદ્રા પોર્ટ પાસેના વિસ્તારમાંથી અવાર નવાર ડ્રગ્સ પકડાવવાનાં કિસ્સા સામે આવી રહ્યા છે. આ મુદ્દે ગુજરાત સરકાર પર કટાક્ષ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું કે રાજ્યમાં માફિયા સરકાર ચાલી રહી હોય એમ લાગે છે એટલે જ તો આટલી બધી માત્રામાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.
ADVERTISEMENT
પોલીસનો આત્મવિશ્વાસ તોડી આમ નિવેદનો આપવું શરમજનક- હર્ષ સંઘવી
રાજ્યમાં ડ્રગ્સ ઝડપી પાડવાનાં અવાર-નવાર કિસ્સા સામે આવતા હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં પાકિસ્તાની નેટવર્કને ઝડપી પાડવા પોલીસ સતત પોતાનું બેસ્ટ આપી રહી છે. અત્યારે દેશમાં વિવિધ સ્થળે ડ્રગ્સ સપ્લાય કરવાનું જે આખું કાવતરું છે એનો પર્દાફાશ કરનારી ગુજરાત પોલીસનું કામ પ્રશંસનીય છે. આ દરમિયાન રાહુલ ગાંધીને વળતો જવાબ આપી કટાક્ષ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે કેટલાક નેતાઓનું વિઝન જોઈને મને ઘણું દુઃખ થાય છે. રાજ્યની પોલીસના કામની પ્રશંસા ન કરી શકો તો ચાલશે પરંતુ આમ કોઈનો આત્મવિશ્વાસ તોડી રાજકીય વિષય ન બનાવવો જોઈએ.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું…
અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું હતું કે એક જ પોર્ટ પરથી વારંવાર ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, ખેપ ઉતરી રહી છે. શું માફિયાઓને આપણા કાયદાઓનો ભય જ નથી કે પછી આ સરકાર જ આખી માફિયાઓની છે!
ADVERTISEMENT