ગુજરાત રાજ્યમાં બરવાળા તાલુકાનાં રોજિદ ગામમાં દેશી દારૂ પીધા પછી અત્યારસુધી 45થી વધુ લોકોનાં મોત થયા છે. જેના પરિણામે અત્યારે લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે ઘણો રોષ જોવા મળી રહ્યો છે. વળી બીજી બાજુ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કથિત લઠ્ઠાકાંડના તમામ આરોપીની ધરપકડ માટે નવી રણનીતિ ઘડી હોવાના સંકેતો આપ્યા છે. તેમણે આ મામલે સરકાર ગંભીરતાથી કાર્યવાહી કરશે એની ખાતરી આપી છે.
ADVERTISEMENT
હર્ષ સંઘવીએ બે SP કક્ષાના અધિકારીને તપાસના આદેશ આપ્યા
ગુજરાત રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલે સંપૂર્ણ તપાસ હાથ ધરવા માટે 2 SP કક્ષાનાં અધિકારીઓને પસંદ કર્યા છે. આની સાથે જ તેમણે ખાતરી આપી છે કે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને આકરી સજા ફટકારવામાં આવશે. આ અંગે બોટાદ અને રાણપુર પોલીસ સ્ટેશનમાં કુલ 2 કેસ નોંધાયા છે, જ્યારે ધંધૂકા પોલીસ સ્ટેશનમાં 1 કેસ દાખલ કરાયો છે. જેનું સંપૂર્ણ નિરિક્ષણ સુપરવિઝન સ્ટેસ મોનિટરિંગ સેલના SP નિલિપ્ત રાય કરશે. વળી બીજી બાજુ અમદાવાદ ગ્રામ્યનાં ધંધૂકામાં જે કેસ નોંધાયા છે એમનું સુપરવિઝન DGPનાં આદેશ પ્રમાણે જ્યોતિ પટેલ કરશે.
મિથાઈલ આલ્કોહોલને કન્ટ્રોલ કરવા સરકાર લાવશે પોલિસી
હર્ષ સંઘવીએ મિથાઈલ આલ્કોહોલને કન્ટ્રોલ કરવાની પોલિસી પર કામ કરવા વિશે વાત કરી હતી. તથા જણાવ્યું હતું કે જો કોઈ શંકાશીલ વ્યક્તિ મળી તો તેને છુપાવવાના બદલે શોધી શોધીને હોસ્પિટલ પહોંચાડવા ગુજરાત પોલીસે તાત્કાલિક પગલા ભર્યા છે.
આ જે દુઃ ખદ ઘટના બની તેના માટે લોકોને ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસ ગણતરીના દિવસોમાં જ તેની ચાર્જશીટ ભરશે અને ફાસ્ટટ્રેક કોર્ટના માધ્મમથી જલ્દીથી જલ્દી લોકોને ન્યાય મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં લઠ્ઠો હોય કે કેમિકલ હોય જવાબદારી નક્કી કરવામાં આવશે. જે કોઈ લોકો આમાં જોડાયેલા હશે તે માત્ર પહેલા કેસ પર જ નહીં પરંતુ તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, હું વિશ્વાસ અપાવું છું કોઈપણ જોડાયેલા વ્યક્તિને આમા છોડવામાં આવશે નહીં. જે વિસ્તારની જવાબદારી જે કોઈ અધિકારીઓની હતી તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન બને તે માટે આ મિથાઈલ આલ્કોહોલને કન્ટ્રોલ કરવા માટે પોલિસી પર સરકાર આગળ વધી રહી છે.
ADVERTISEMENT