National Games: ગુજરાતના ફાળે વધુ એક ગોલ્ડ મેડલ, ટેબલ ટેનિસમાં હરમીત દેસાઈ ચમક્યો

સુરત: સુરતમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતને ત્રણ ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી છે. નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશના અલગ…

gujarattak
follow google news

સુરત: સુરતમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં ગુજરાતને ત્રણ ગોલ્ડ મેડલ મેળવવામાં સફળતા મળી છે. નેશનલ ગેમ્સમાં ટેબલ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં દેશના અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતનો દબદબો રહ્યો હતો. જેમાં મેન્સ સિંગલ, મિક્સ ડબલ અને ટીમ ઇવેન્ટમાં ગુજરાતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.

હરમીત દેસાઈ બે ગોલ્ડ જીતવામાં સફળ
નેશનલ ગેમ્સની સ્પર્ધામાં ગુજરાતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈને બે ગોલ્ડ જીતવામાં સફળતા મળી હતી. જેમાં એક ગોલ્ડ તેણે મેન્સ સિંગલમાં મળ્યો હતો. હરમીતે હરિયાણાના સૌમ્યજીત ઘોષને 4-0 થી હરાવ્યો હતો. જ્યારે બીજો ગોલ્ડ તેને ટીમ ઇવેન્ટમાં મળ્યો હતો. આમ મૂળ સુરતના આર્મિત દેસાઈએ ગુજરાત તરફે ઘર આંગણે બે ગોલ્ડ જીતતા લોકોમાં ખુશીનું મોજુ જોવા મળ્યો હતો.

 

અગાઉ ટેબલ ટેનિસમાં મળ્યો હતો ગોલ્ડ
નોંધનીય છે કે આ પહેલા બુધવારે ગુજરાતની ટેબલ ટેનિસની ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં દિલ્હીને એકપણ ગેમ જીતવાની તક મળી નહોતી. ગુજરાતે એવું આક્રમક પ્રદર્શન કર્યું કે ટીમ 3-0થી ગેમ જીતી ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો હતો. ટેબલ ટેનિસની ગેમના મેડલ ટેલીમાં ગુજરાતની ટીમ નંબર-1 પર રહી છે.

    follow whatsapp