ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે રમાઈ રહેલી MLA Cricket League 2023માં આજે સાબરમતી અને નર્મદા ટીમ વચ્ચે મેચ હતી. જેમાં ધારાસભ્ય હાર્દિક પટેલ નર્મદા ટીમમાંથી બોલિંગ કરી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાબરમતી તરફથી બેટિંગ કરવામાં આવી હતી. આ દરમિયાન એક તરફ હાર્દિક પટેલની બોલિંગ હતી તો સામે ભુપેન્દ્ર પટેલના હાથમાં બેટ હતું. ત્યારે આ ઓવરમાં શું થાય છે તે જોવામાં સહુ કોઈ મશગુલ હતા ત્યાં જ ચોથા બોલે જ હાર્દિક પટેલે ભુપેન્દ્ર પટેલની વિકેટ લઈ લીધી હતી. હાર્દિક પટેલે ચોથા બોલે ભુપેન્દ્ર પટેલને કેચ આઉટ કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT