હાર્દિક પટેલ માટે AAP ફેક્ટર કેવી રીતે બન્યું તારણહાર, જુઓ આંકડાઓનું ગણિત

વિરમગામઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જાણે લડાઈ હતી તેવું પરિણામો આવતા જણાયું છે. કોંગ્રેસે હતું તેના કરતાં વધુ ગુમાવવાનું…

gujarattak
follow google news

વિરમગામઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જાણે લડાઈ હતી તેવું પરિણામો આવતા જણાયું છે. કોંગ્રેસે હતું તેના કરતાં વધુ ગુમાવવાનું થયું છે. ગુજરાતના ઈતિહાસમાં લગભગ આવું પહેલી વખત થયું છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસની એટલી પણ બેઠક નથી કે તે વિપક્ષ તરીકે વિધાનસભામાં બેસી શકે. વિપક્ષમાં બેસવા નીયમ પ્રમાણે 10 ટકા બેઠક મેળવવી અનિવાર્ય છે. જોકે આ દરમિયાનમાં ભાજપના સૌથી નાના સિપાહી એવા વિરમગામ બેઠકના હવે તો ધારાસભ્ય કહી શકાય, હાર્દિક પટેલને જીત મળી છે. જોકે આ બેઠકમાં હમણાં સુધી એવું બનતું હતું કે પક્ષપલ્ટુઓને જાકારો મળતો હતો. જોકે આ વખતે જનતાના ગણિત કરતા નેતાઓના કેલ્ક્યૂલેશન પાક્કા હતા.

હાર્દિક પટેલને વિરમગામ બેઠક પર જનતાનો આશિર્વાદ મળ્યો છે તેવું એક તબક્કે કહી શકાય અને ન પણ કહી શકીએ તો તેમાં અતિશ્યોક્તિ નથી. અહીં એવું એટલે કહી શકીએ કે ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલને અહીંથી જનતાએ 98 હજારથી વધારે મત આપ્યા છે. જોકે તેવું એટલે ન કહીએ તો ચાલે કે સામે કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડને 42 હજાર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરસિંહ ઠાકોરને 47 હજારથી વધારે મળ્યા છે. જો એવું માનીએ કે અહીં પ્રજાએ ભાજપ સામે જેટલું મતદાન કરવાનું હતું તેઓ આપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાયા હોય તો સરવાળે બંને પાર્ટીના મતો હાર્દિકના મતને વટાવીને આગળ વધી જાય છે. એકંદરે વિશ્લેષકો માને છે કે હાર્દિક પટેલની જીત પાછળ પણ આમ આદમી પાર્ટીનું ફેક્ટર ઘણું મોટું કામ કરી ગયું છે.

    follow whatsapp