MIનો કેપ્ટન બન્યા બાદ પહેલીવાર જામનગર પહોંચ્યો Hardik Pandya, મહારાજા જેવું ભવ્ય સ્વાગત થયું

Hardik Pandya in Jamnagar: ભારતીય ક્રિકેટમાં હાલમાં એક નામ ચર્ચામાં છે. આ નામ છે હાર્દિક પંડ્યા. IPL-2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ…

gujarattak
follow google news

Hardik Pandya in Jamnagar: ભારતીય ક્રિકેટમાં હાલમાં એક નામ ચર્ચામાં છે. આ નામ છે હાર્દિક પંડ્યા. IPL-2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે પંડ્યાને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો છે. મુંબઈએ પણ આગામી સિઝન માટે પંડ્યાને પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. દરમિયાન પંડ્યાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જામનગરમાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

મહારાજા જેવું હાર્દિકનું સ્વાગત

હાલમાં હાર્દિક પંડ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જામનગર પહોંચી ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બન્યા બાદ તે પહેલીવાર જામનગરની મુલાકાતે આવ્યો છે. દરમિયાન તેણે રિલાયન્સ રિફાઈનરીની મુલાકાત લીધી હતી. જે દરમિયાન બેન્ડ-વાજા સાથે તેનું ઘોડાસવારોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. 30 સેકન્ડનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પંડ્યાનું મહારાજાની જેમ સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે, હાર્દિક પંડ્યા 2015થી IPL રમી રહ્યો છે. ત્યારબાદ તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો અને 2021 સુધી ત્યાં રહ્યો. પરંતુ મુંબઈએ તેને વર્ષ 2022માં રીટેઈન કર્યો ન હતો. ત્યારપછી નવી ટીમ ગુજરાતે પંડ્યાને કેપ્ટન બનાવ્યો. પંડ્યાએ પહેલી જ સિઝનમાં ગુજરાત માટે ખિતાબ જીત્યો હતો અને પછી IPL-2023માં પણ તે ટીમને ફાઇનલમાં લઈ ગયો હતો પરંતુ તે ટાઈટલ જીતી શક્યો નહોતો.

    follow whatsapp