અમદાવાદ : કેન્દ્રીય કર્મચારીઓને આશા હતી કે 18 મહિનાનું બાકી મોંઘવારી ભથ્થું મળી જશે જો કે સરકારે તેમની આશા નઠારી નિવડી છે. નાણામંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, 18 મહિનાનું બાકી ડીએ અને અન્ય ભથ્થાઓ નહી મળે. કોરોના કાળમાં કેન્દ્રીય કર્મચારીઓને અર્ધવાર્ષિક ધોરણે અપાતા મોંઘવારી ભથ્થા અને પેન્શનરોને મોંઘવારી રાહત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નારણ રાઠવાએ સંસદમાં પુછેલા સવાલનો અપાયો જવાબ
રાજ્યસભામાં સાંસદ નારણ રાઠવાએ નાણામંત્રીને પુછેલા સવાલનાં જવાબમાં સરકારે અધિકારીક જવાબ આપ્યો હતો. નાણારાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે, બાકી ડીએ ચુકવવામાં નહી આવે. કેન્દ્ર સરકારે કોરોનાની સ્થિતિનો હવાલો આપીને 1 જાન્યુઆરી 2020 થી 30 જુન 2021 વચ્ચે કર્મચારીઓને ડીએ ચુકવ્યું નથી. સ્થિતિ સુધર્યા બાદ સરકાર ડીએ ચુકવશે તેવી શક્યતા હતી. જો કે હવે સરકારની સ્પષ્ટતા બાદ કેન્દ્રીય કર્મચારીઓને બાકીની રકમ નહી મળે.
કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થાના બે હપ્તામાં ચુકવાતું હોય છે
સાતમા પગાર પંચની ભલામણો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને અર્ધવાર્ષિક ધોરણે મોંઘવારી ભથ્થુ અથવા રાહતમાં વધારો કરવો પડી શકે છે. આ કારણે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થા કે રાહતમાં વધારો કરી શકે છે. જો કે કોરોના કાળમાં મોંઘવારી ભથ્થુ કે રાહત ત્રણ અડધા મહિના સુધી યથાવત્ત રહી હતી. અર્ધવાર્ષિક લેણાની ત્રણ હપ્તાની માંગ કરવામાં આવી રહી હતી. જો કે હવે આ આશા નઠારી નિવડી છે.
ADVERTISEMENT