હાંસોટઃ સાઈડ ઈન્ડીકેટર બતાવ્યા વગર વળી જતા કન્ટેનરમાં ઘૂસી ગઈ કાર, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત

ભરુચઃ હાંસોટ તાલુકાના રાયમા ગામ પાસે એક કન્ટેનરમાં કાર ભટકાતા બે યુવાનોના સ્ળ પર જ મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીની છત…

હાંસોટઃ સાઈડ ઈન્ડીકેટર બતાવ્યા વગર વળી જતા કન્ટેનરમાં ઘૂસી ગઈ કાર, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત

હાંસોટઃ સાઈડ ઈન્ડીકેટર બતાવ્યા વગર વળી જતા કન્ટેનરમાં ઘૂસી ગઈ કાર, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત

follow google news

ભરુચઃ હાંસોટ તાલુકાના રાયમા ગામ પાસે એક કન્ટેનરમાં કાર ભટકાતા બે યુવાનોના સ્ળ પર જ મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીની છત તો સાવ બેસી જ ગઈ હતી પરંતુ એરબેગના પણ ચીંથરાં ઉડી ગયા હતા. કાર તો સાવ પડીકું બની ગઈ હોય તેવી હાલત હતી. જેમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જોકે અકસ્માત કન્ટેનર ચાલકની બેજવાબદારીને કારણે થયો હોવાનું પ્રારંભીક ધોરણે જાણવા મળી રહ્યું છે પણ આ ઘટનામાં પોલીસે વધુ તપાસ કરી સત્ય સુધી પહોંચવાના પ્રયત્ન શરૂ કર્યા છે.

બે કારમાં મિત્રો લગ્નમાં હાજરી આપી પાછા આવતા હતા
હાંસોટ અને ઓલપાટ માર્ગ પર અવારનવાર અકસમાતોની ઘટનાઓ બનતી રહી છે. ગત રાત્રે 2 વાગ્યાના અરસામાં હાંસોટ રોડ પર આવેલી માં રેસિડેન્સિમાં રહેતા કેટલાક મિત્રો લગ્નમાં હાજરી આપી પાછા આવી રહ્યા હતા. તેઓ બે અલગ અલગ કારમાં હતા. એક કારમાં ભાવીક ચતુર પટેલ કાર ચલાવતો હતો જ્યારે તેની સોસાયટીમાં રહેતો વિરલ બળવંત પટેલ તથા ભદ્રેશ નટવર પટેલ તેની સાથે કારમાં હતા. તેમની સાથે બીજી કારમાં હિતેશ પટેલ અને અન્ય મિત્રો હતા.

જેનિફરે instagram પર ચોંકાવનારો વીડિયો કર્યો શેર, અસિત મોદી અંગે કર્યો ચોંકાનારો દાવો

બંને એરબેગ ફાટી ગઈ
દરમિયાનમાં રાત્રીના 2 વાગ્યાના અરસામાં હાંસોટ તાલુકાના રાયમા ગામ નજીક જ આવેલા વાલનેર પાટીયા પાસે આગળ એક કન્ટેનર જતું હતું. કન્ટેનર ચાલકે સાઈડ ઈન્ડિકેટર બતાવ્યા વગર અચાનક જ અહીં આવેલી ક્રિફેર કંપની તરફ ટર્ન લઈ લીધો હતો. પાછળ આવતા ભાવીક પટેલે કારની તુરંત બ્રેક લગાવી કારને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો પણ કન્ટેનર ચાલકની બેદરકારી કહો, મુર્ખાઈ કહો કે કાર એટલી ઝડપી કાબુમાં આવી શકી નહીં અને ધડાકા સાથે કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. કારની ઉપરની બોડી તો સાવ બેસી જ ગઈ હતી. આગળની બંને એરબેગ પણ ફાટી ગઈ હતી.

અકસ્માત થતા બીજી કારના મિત્રો અને લોકો મદદ માટે દોડ્યા
આ ઘટનામાં ભાવીક અને વિરલનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ભદ્રેશ કારમાં પાછળની સીટ પર બેઠો હતો પરંતુ તેને પણ ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત ભદ્રેશને તુરંત મદદ મળે તે માટે અકસ્માત પછી આસપાસના લોકો કંપનીના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ તરફ બીજી કારમાં રહેલા મિત્રો પણ દોડી આવ્યા હતા. તુરંત 108 એમ્બ્યુલન્સ વાનનો સંપર્ક કરવામાં આવ્યો અને ઈજાગ્રસ્ત ભદ્રેશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા બંને વાહનોને એક તરફ કર્યા, ઉપરાંત મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

 

    follow whatsapp