પંચમહાલઃ હાલોલ નગરમાં રખડતા શ્વાનોનો આતંક વધતો જઈ રહ્યો છે. આજે બુધવારે એક બાળક પર ચારથી પાંચ રખડતા શ્વાનોએ હુમલો કરી દીધો હતો. ઘટનામાં બાળકને શ્વાનોએ ગુપ્તાંગ અને પગના ભાગે કરડી ખાતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાને પગલે બાળકને સારવાર માટે વડદોરા ખાતે ખસેડવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અને ગુજરાતનો દરિયોઃ જાણો કેટલીક રસપ્રદ વિગતો
બસ સ્ટેન્ડ વિસ્તારમાં બની આ ઘટના
હાલોલ નગરમાં રખડતા શ્વાનોએ એક બાળક પર હુમલો કરી દીધો હતો. બુધવારે સવારે બનેલી આ ઘટનામાં બાળકના પગ અને ગુપ્તાભાગે ઈજાઓ પહોંચી છે. ગંભીર ઈજાઓને પગલે બાળકને સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ ઘટના હાલોલ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બની હતી જ્યાં ચારથી પાંચ કુતરા બાળક પર હુમલો કરવા લાગ્યા હતા. ઘટનામાં અન્ય લોકો આવી જતા બાળકને માંડ છોડાવ્યું હતું. બાળકને ઘણી ઈજાઓ થઈ હોવાથી લોહી પણ વહેવા લાગ્યું હતું. તેને તુરંત સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું.
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT