Hakabha Gadhvi: હકાભા ગઢવીને કોણે આપી જાનથી મારી નાખવાની ધમકી? વાળીનાથ ધામમાં થયો ખુલાસો

Hakubha Gadhvi: તાજેતરમાં મહેસાણાના વીસનગરમાં આવેલા તલભમાં વાળીનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં હકાભા ગઢવી પણ જોડાયા હતા.

હકાભા ગઢવી

હકાભા ગઢવી

follow google news

Hakubha Gadhvi: તાજેતરમાં મહેસાણાના વીસનગરમાં આવેલા તલભમાં વાળીનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. જે પ્રસંગે ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં હકાભા ગઢવી પણ જોડાયા હતા. કાર્યક્રમમાં સ્ટેજ પરથી હકુભાએ જણાવ્યું હતું કે, તેમને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. કાર્યક્રમમાં હળવા અંદાજમાં તેમણે પોતાને મળેલી ધમકીની વાત કરી હતી.

આ પણ વાંચો: Pankaj Udhas Passed Away: જેતપુરમાં ચારણ પરિવારમાં જન્મેલા પંકજ ઉધાસ બોલિવૂડ સુધી કેવી રીતે પહોંચ્યા, જાણો અજાણી વાતો

હકાભાને મળી જાનથી મારી નાખવાની ધમકી?

સ્ટેજ પરથી હકાભાએ કહ્યું કે, ધમકી આવી છે કે બે દિવસમાં તમને ગોતીને મારી નાખવાના છે. મેં તો ડ્રાઈવરને કહી દીધું કે તું ઘરે જતો રહે. હું એકલો જાઉં છું. અહીં હું એકલા જ આવ્યો છું. મારી સાથે કોઈ નથી. ડ્રાઈવર શું કામ મરે? તેમની આ વીડિયો ક્લિપ પણ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. 

આ પણ વાંચો: આ વ્યક્તિને PM Modi એ તમામ પ્રોટોકોલ તોડીને પોતાની ગાડીમાં બેસાડ્યા

અગાઉ ગીગા ભમ્મરના નિવેદન બાદ આવ્યા હતા ચર્ચામાં

નોંધનીય છે કે, આ પહેલા તાજેતરમાં જ હકાભા ગઢવી ગીગા ભમ્મરના નિવેદન બાદ ચર્ચામાં આવ્યા હતા. આહીર અને ગઢવી સમાજ વિરુદ્ધ ગીગા ભમ્મરના વિવાદાસ્પદ નિવેદન પર હકાભા ગઢવીએ કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું. ક્યારે પણ તળાજાનું પાણી પણ નહી પીઉ અને ક્યારે પણ તળાજામાં કાર્યક્રમ નહી કરું.

    follow whatsapp