Hakabha Gadhvi: ડાયરા કરવાનું બંધ કરી દેશે હકાભા ગઢવી! કેસરિયો ધારણ કરતા જ બદલાયા સૂર

Hakabha Gadhvi Statement: લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિપક્ષના નેતાઓ પાર્ટી છોડીને ભાજપનો કેસરી ખેસ ધારણ કરી રહ્યા છે.

Hakabha Gadhvi Statement

હકાભાનો ડાયરાને લઈને મોટો ધડાકો

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી ભાજપમાં

point

ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો

Hakabha Gadhvi Statement: લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિપક્ષના નેતાઓ પાર્ટી છોડીને ભાજપનો કેસરી ખેસ ધારણ કરી રહ્યા છે. તો તાજેતરમાં જ કેટલાક જાણીતા કલાકારોએ પણ કેસરિયા કર્યા છે. ગઈકાલે જ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને લોકગાયક દેવ પગલીએ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. કલાકારોની રાજકારણમાં એન્ટ્રી એ કોઈ નવી વાત નથી, ગુજરાતની જનતાએ અગાઉ ઘણા કલાકારોને નેતા બનતા જોયા જ છે.જેમાં નરેશ કનોડિયા હોય, મહેશ કનોડિયા અને હિતુ કનોડિયા જેવા કલાકારોના નામ સામેલ છે.   

હકાભા ગઢવીએ આપ્યો મોટો સંકેત

પોતાની કોમેડીથી લોકોને અલગ જ અંદાજમાં ખડખડાટ હસાવતા હકાભાએ કેસરિયા કર્યા છે. ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ભરતી મેળો યોજાયો હતો. જેમાં ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યા બાદ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકારે તો વાત-વાતમાં એક મોટો સંકેત પણ આપી દીધો. હકાભા ગઢવી ડાયરામાંથી ધીમે-ધીમે રજા લઈને રાજકારણમાં આગળ વધવાના છે. 

'રામને લાવ્યા તો ભાજપનો સાથ આપવો પડે'

ભાજપનો ખેસ ધારણ કર્યા પછી હકાભા ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રામને લાવ્યા એટલે ભાજપનો સાથ આપવો પડે. વરસાદ આવવાની પહેલાં પવન આવે એ રીતે હાલ પવન છે. ચૂંટણી પરિણામમાં વરસાદ આવશે. પ્રકૃતિ ખીલશે એટલે કે ફરી ભાજપની સરકાર બનશે અને દેશનો વિકાસ થશે. રામને લાવ્યા છે તો રામ 400 પાર કરાવશે. 

ધીમે-ધીમે ડાયરામાંથી લેવી છે રજાઃ હકાભા ગઢવી

તો ડાયરાને લઈને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું કે, 'અત્યારે મારા ડાયરા ચાલું જ છે, પરંતુ ડાયરામાંથી ધીમે-ધીમે રજા લેવી છે, ધીમે-ધીમે ઓછું કરવું છે અને સમાજના નાના મોટા કામ થાય એ ઘણું મહત્વનું છે. તો ચૂંટણીને લઈને શું વિચાર છે?  આ સવાલના જવાબ પર હકાભા ગઢવીએ કહ્યું હતું કે, હજુ કોઈ વિચાર નથી, આવ્યા ભેગા વિચાર ન હોય.' આમ હકાભા ગઢવીએ વાત વાતમાં ધીમે-ધીમે ડાયરા બંધ કરીને રાજકારણમાં સક્રિય થવાનો સંકેત આપી દીધો છે. આગળના દિવસોમાં હકાભા ગઢવી શું કરે છે તે જોવું રહ્યું....  


 

    follow whatsapp