હિરેન રવૈયા/અમરેલી: સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરના પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છેલ્લા થોડાક દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમરેલીમાં આજે સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. કરા સાથે ભારે વરસાદના પગલે રસ્તા અને શેરીઓમાં બરફના થર જામ્યા હોય એવો માહોલ સર્જાયા લોકોમાં ભારે કૂતુહલ સર્જાયું હતું.
ADVERTISEMENT
ભર ઉનાળે કરા પડ્યા
અમરેલીના બગસરા પંથકમાં આજે ગાજવીજ સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ભર ઉનાળે મીની વાવાઝોડું ફૂંકાયું હતું જેને લઈને ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. તો શહેરના હુડકો વિસ્તારમાં આજે કરા સાથે કમોસમી વરસાદ સાથે બરફના થર જોવા મળ્યા હતા. જેને લઈને લોકોમાં પણ કૂતુહલ સર્જાયું હતું.
અમરેલી વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
બીજી તરફ અમરેલીમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સાથે જ સાવરકુંડલા પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે ધારી ગીરના દલખાણીયા, મીઠાપુરમાં સતત ચોથા દિવસે વરસાદ ખાબક્યો હતો. વરસતા વરસાદમાં ખેડૂતોને વધુ તારાજી સર્જાવાની દહેશત છે.
ADVERTISEMENT