ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડવાલાનો લેટર બોમ્બ, કોંગ્રેસની વધશે મુશ્કેલી?

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા ફરીથી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હીમાં બેઠકનો દોર…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા ફરીથી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હીમાં બેઠકનો દોર શરૂ થયો છે. ત્યારે બેઠકને લઈ કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની નારાજગી સામે આવી છે. ગઈ કાલના ટ્વિટ બાદ હવે બંને નેતાઓએ લેટર બોમ્બ ફોડ્યો છે. તેમણે પત્રમાં કહ્યું કે, પક્ષના અમુક નેતાઓ ચંડાળ ચોકડી બનાવી પ્રદેશ અધ્યક્ષ અને મોવડી મંડળને ઘેરી ગેરમાર્ગે દોરવાનું બંધ કરે.

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ વર્તાય રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને દિલ્હી બેઠક માટે બોલાવવામાં આવ્યા છે. ત્યારે અઅ બેઠકમાં મુસ્લીમ સમાજમાંથી આવતા ગ્યાસુદ્દિન શેખ અને ઈમરાન ખેડાવાલાને સામેલ કરવામાં આવ્યા નહોતા. દિલ્હીની મિટિંગના ફોટા શેર કરતાં ગ્યાસુદ્દિન શેખે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, અમદાવાદ,રાજકોટ,સુરત,વડોદરા જેવા મહાનગરોમાં પોતાનું હિત કેટલાક લોકો વર્ષોથી પ્રસ્થાપિત કરીને બેઠા છે. આવા લોકો ઘણા વર્ષોથી શહેરોમાં કોંગ્રેસને સારું પરિણામ આપી શક્યા નથી.

જાણો ગ્યાસુદ્દીન શેખે શું લખ્યું ટ્વિટમાં
ગુજરાતમાં હાલ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત છે. ત્યારે કોંગ્રેસનાં સિનિયર નેતાઓથી ગ્યાસુદ્દીન શે નારાજ હોવાનું સામે આવ્યું છે. ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને વરિષ્ઠ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ તમને વિનંતી કરે છે ઈતિહાસની સૌથી ખરાબ હાર છતાં ગુજરાત કોંગ્રેસે કોઈ બોધપાઠ નથી લીધો?

 

શું ખરાબ હારના કારણોની તપાસ કરનાર ફેક્ટ ફાઉન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં એવું નથી કહ્યું કે જેમણે રાત-દિવસ કામ કર્યું છે તેમને પણ મહત્વ આપવું જોઈએ?

    follow whatsapp