GUJCET EXAM: ગુજકેટ 2024 પરીક્ષા માટે આજથી ભરી શકાશે ફોર્મ, જાણો કઈ છે છેલ્લી તારીખ

GUJCET 2024: ગુજરાતમાં આજથી વિદ્યાર્થીઓ ગુજકેટ (GUJCET 2024) પરીક્ષાના ફોર્મ ભરી શકશે. ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 16 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકે છે, પરીક્ષા માટે…

gujarattak
follow google news

GUJCET 2024: ગુજરાતમાં આજથી વિદ્યાર્થીઓ ગુજકેટ (GUJCET 2024) પરીક્ષાના ફોર્મ ભરી શકશે. ગુજકેટની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 16 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકે છે, પરીક્ષા માટે 350 ફી નક્કી કરવામાં આવી છે. મહત્વનું છે કે, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ડિગ્રી, ફાર્મસી કે એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા હોય તો તે વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ આપવી ફરજિયાત છે.

વેબસાઈટ પર મુકાઈ છે માહિતી

ગુજકેટ (GUJCET 2024) પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરતા કોઈપણ પ્રકારની ભૂલ ન થાય તેની ખાસ તકેદારી વિદ્યાર્થીઓએ રાખવી પડશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ અગવડ ન પડે તે માટે ગુજરાત બોર્ડની વેબસાઈટ પર માહિતી મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓ વેબસાઈટ www.gseb.org અને gujcet.gseb.org પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

કેટલી ભરવી પડશે ફી?

GUJCET 2024 માટે ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.350 ચૂકવવાના રહેશે. ઉમેદવારો SBIePay સિસ્ટમ (ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ) દ્વારા અથવા દેશની કોઈપણ SBI શાખા દ્વારા અરજી ફી ચૂકવી શકે છે.

ક્યારે લેવાશે પરીક્ષા?

ગુજકેટ પરીક્ષાની તારીખમાં તાજેતરમાં જ ફેરફાર કરવામાં આવ્યો હતો. CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ પરીક્ષા હવે 31 માર્ચના રોજ લેવામાં આવશે.

GUJCET 2024 માટે કેવી રીતે ભરવું ફોર્મ?

GUJCETની સત્તાવાર વેબસાઈટ gujcet.gseb.orgની મુલાકાત લો. ત્યારબાદ હોમ પેજ પર ઉપલબ્ધ રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો. હવે અહીં જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

ત્યારબાદ હવે અરજી ફોર્મ ભરો અને અરજી ફી ચૂકવો. સબમિટ પર ક્લિક કરો અને ફોર્મ ડાઉનલોડ કરી લો. છેલ્લે આ ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો.

    follow whatsapp