શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ શહેરા તાલુકાના વાંટા વછોડા ગામે પસાર થતી પાનમ હાઈ લેવલ કેનાલમાં ઇકો ગાડીના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઈકો ગાડી પાનમ હાઈલેવલ કેનાલમાં ખાબકી હતી. જેનાં લીધે ઇકો ગાડીના ચાલક સહિત એકનો આબાદ બચાવ થયો હતો. ઉલ્લેખનીય છે કે ઘટનામાં કોઈ જાન હાની ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો કારણ કે જે પ્રમાણે કાર કેનાલમાં ખાબકી હતી તે જોતા અકસ્માત ગમખ્વાર હશે તેવો અંદાજ આવી રહ્યો હતો.
ADVERTISEMENT
બનાસકાંઠાઃ ખેડૂત પર કર્યો દીપડાએ હુમલો, ગળે બચકું ભરતા શ્વાસનળી કપાઈ, સફળ ઓપરેશન
પાણીનું લેવલ ઓછું હતું
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાટા વછોડા ગામ પાસે પાનમ હાઈ લેવલ કેનાલ પસાર થાય છે. આ કેનાલની બાજુમાંથી પસાર થતાં કાચા રસ્તા પર એક ઇકો ગાડી જઈ રહી હતી. ત્યારે ઇકો ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી કેનાલમાં ખાબકી હતી. સદનસીબે કેનાલમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી કોઈ ગંભીર ઘટના ન બની હતી. આજુબાજુના સ્થાનિકો લોકોને જાણ થતા તેઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઇકો ગાડીના ચાલક અને અન્ય એક ઈસમને ને બચાવી લીધા હતા સદનસીબે જાનહાની ટળી હતી.
ADVERTISEMENT