અરવલ્લીઃ મોડાસામાં ઉત્તરાયણના દિવસે યુવતીની છેડતીની ફરિયાદ કરવા ગયેલા પરિવારજનો સાથે ટાઉન પોલીસ મથકના પીઆઈ દ્વારા ગેરવર્તન કરવાના મામલાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા મામલાની ગંભીરતાને ધ્યાને લઈ કડક નિર્ણય કરવામાં આવ્યા હતા. પોલીસ વડા સંજય ખરાત દ્વારા આ ઘટનામાં પીઆઈ બી કે ભરાઈની તાત્કાલીક અસરથી બદલી કરીને હેડક્વાર્ટરમાં ખસેડી દેવાયા હતા.
ADVERTISEMENT
વધુ એક આફત આવી, વડોદરામાં સ્વાઇન ફ્લૂના ઇન્ફ્લુએન્ઝા વેરિયન્ટે માથું ઉચક્યું, ગર્ભવતી મહિલા થઇ સંક્રમિત
શું બની હતી ઘટના?
ઘટના વિગતો મુજબ, ઉત્તરાયણના દિવસે મોડાસાના સર્વોદય નગર વિસ્તારમાં યુવતીઓ સામે રોમિયોગિરી કરનારા લંપટોને અટકાવતા આધેડ પર હુમલો કર્યો હતો. જેને લઈને પરિવારજનો ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. એવામાં ત્યાં પહોંચેલા પી.આઈએ મહિલાઓ સહિતના પરિવારજનોને ગાળો ભાંડી હતી અને છુટા ડંડા મારીને ત્યાંથી ભગાડી દીધા હતા. આટલું જ નહીં પત્રકારો સાથે પણ ગેરવર્તણૂક કરી અને તેમને પણ ત્યાંથી જતા રહેવા કહી દીધું.આ વિશે પીડિત મહિલાએ જણાવ્યું કે, અમે ખાલી બેઠા હતા અને સાહેબ આવ્યા તો સીધા ગાળો આપીને કહ્યું, નીકળો તમારા બાપના બગીચામાં બેઠા છો. FIRની ઝેરોક્ષ માગી તો ડંડા છૂટા માર્યા અને અમારા ઘરવાળાને અંદર બેસાડી દીધો. અમે છોકરીની છેડતી કરી હતી એના માટે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા.
હેડક્વાર્ટરમાં બદલી-તપાસના આદેશ
આ મામલાને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગંભીરતાથી લીધો હતો. બનાવને પગલે પીઆઈની ગેરવર્તણૂંકને લઈને જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે પીઆઈ બી કે ભરાઈની તાત્કાલીક અસરથી બદલી હેડક્વાર્ટરમાં કરી દીધી હતી. સાથે જ રેન્જ આઈડી અભય ચુડાસમાએ આ ઘટનાની સત્યતાને તપાસવા માટે આદેશ કર્યા હતા.
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT