ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને માંગરોળ માર્કેટીંગ યાર્ડના ચેરમેન વાલભાઇ ખેરને કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષમાં પણ ન બેસી શકાય તેવી હાલતમાં આવી જવું પડ્યું ત્યારે કોંગ્રેસ હવે એક એક પગ ફૂંકી ફૂંકીને મુકી રહી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં બે દિવસ શિત લહેરઃ 3 રાજ્યોમાં યલો એલર્ટ, જાણો કેવી રહેશે ઠંડી
કાર્યકરોને ઉશ્કેરવા અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ
જૂનાગઢ જીલ્લાના માંગરોળના મેખડી ગામના કોંગ્રેસ પક્ષના આગેવાન અને 2015માં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે મેખડી બેઠક પરથી ચૂંટાયેલા પુર્વ સદસ્ય અને માંગરોળ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા હાલ માંગરોળ ઓજીમાં ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેમના ધર્મપત્નિ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વાલભાઇ ખેર દ્વારા વિધાનસભા ચૂંટણીમાં પક્ષના કાર્યકરોને ઉશ્કેરવા અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 6 વર્ષ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે શિસ્ત સમિતિના નિરીક્ષણ બાદ મૌવડી મંડળની સમીક્ષાના અંતે પક્ષ વિરોધી પ્રવૃતી કરવા બદલ કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. હજુ બીજા આગેવાનોને પણ ટુંક સમયમાં જ તેમની પક્ષ વિરોધી પ્રવૃતિની સંપુર્ણ સમીક્ષાના રિપોર્ટ રજુ થયા બાદ સસ્પેન્ડ કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે.
ચૂંટણી પતી ગયા પછી પણ સર્વે ચાલુ
જુનાગઢ જિલ્લા પ્રમુખ ભરત અમીપરા સાથે ટેલીફોનિક વાત કરતા જાણવા મળ્યું કે, ગત વિધાનસભાની ચૂંટણીનું આવું ખરાબ પરિણામ આવતા સીધા પ્રદેશ કોંગ્રેસ તરફથી પાર્ટી વિરુદ્ધ કામ કરનાર દરેક આગેવાનોનું અને સ્પેશિયલ ટીમ અને એજન્સી દ્વારા, ચૂંટણી પતી ગયા પછી સર્વે ચાલુ જ છે. જે સર્વેમાં અને સમીક્ષા કરતા જે જે આગેવાનોએ પાર્ટી વિરુદ્ધ કામ કરેલ છે તે ગમે તેવો ચમરબંધી હોય તોય તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો. આવી જ રીતે હજુ પણ દરેક કોંગ્રેસી આગેવાનો અને જવાબદાર ચૂંટાયેલા વ્યક્તિઓ, સંગઠનના મોટા મોટા હોદ્દા લઈને જે કોઈએ પાર્ટી વિરુદ્ધ કામ કરેલું હશે તે જાણમાં આવતા ભવિષ્યમાં પણ સસ્પેન્ડ કરવાનો સિલસિલો ચાલુ જ રહેશે.
ADVERTISEMENT