વડોદરાઃ અમદાવાદનો ગોંડલિયા પરિવાર કારમાં મુંબઈ જઈ રહ્યો હતો ત્યારે વડોદરાના વરણામા નજીક કન્ટેનર સાથે અકસ્માત થતા ત્રણ વ્યક્તિનું સ્થળ પર જ મોત નિપજ્યું છે જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘવાયા છે. ઘાયલોને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે વરણામા પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
પોરબંદરઃ બોટમાં આગ લાગતા 7 માછીમારો પાણીમાં કૂદયા, કરાયું રેસ્ક્યૂ- Video
ઘટના કેવી રીતે બની?
મળી રહેલી વિગતો અનુસાર, નીતેષભાઈ ગોંડલિયા કે જેઓ મૂળ અમરેલીના છે પરંતુ મુંબઈમાં રહે છે. ગત વાસી ઉત્તરાયણે પત્ની સંગીતાબેન અને દીકરી નિયતિ, પુત્ર તથા સાળા મહેશભાઈ સહિત પાંચ વ્યક્તિ અમદાવાદથી મુંબઈ જતા હતા. દરમિયાનમાં સાંજના સમયે ને.હા. 48 પર તેઓ કારમાં જઈ રહ્યા હતા ત્યારે વરણામા ગામ નજીક પાછળથી ટ્રેલરના ચાલકે પુર ઝડપે આવીને ટક્કર મારી હતી. ટ્રેલરની જોરદાર ટક્કર વાગતા અકસ્માત થયો હતો ટક્કર એટલી ભયંકર હતી કે આગળ જતા બીજા એક કન્ટેનરમાં આ કાર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર પાંચ પૈકીના ત્રણ વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અમદાવાદના 44 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ, 12 વર્ષીય નિયતિ ગોંડરિયા અને સંગીતાબેન મિતેષભાઈનું આ અકસ્માતમાં મોત થયું છે.
ADVERTISEMENT