ભાવનગરઃ ઊંચા વ્યાજે લીધા રૂપિયા પાછા ન આપી શકતા યુવાને એસીડ ગટગટાવ્યું

નીતિન ગોહિલ.ભાવનગરઃ ઊંચા વ્યાજે લીધેલા રૂપિયા યુવાન નહીં ચૂકવી શકતા ચાર શખ્સોની ઉઘરાણીથી ત્રસ્ત બની ભાવનગરમાં એક યુવાને ગંભીર પગલું ભર્યું છે. ભાવનગર શહેરના ફુલસર…

gujarattak
follow google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ઊંચા વ્યાજે લીધેલા રૂપિયા યુવાન નહીં ચૂકવી શકતા ચાર શખ્સોની ઉઘરાણીથી ત્રસ્ત બની ભાવનગરમાં એક યુવાને ગંભીર પગલું ભર્યું છે. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા યુવાને ઊંચા વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા આ ત્રાસથી કંટાળી એસિડ પી લીધું હતું. એસીડને કારણે ગંભીર હાલત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ચાર શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ડુપ્લિકેટ નોટથી લોકોને ઠગનારને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, જાણો શું છે મામલો

‘ચુકવવાના રૂપિયા નથી’
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલા ખાર નજીક આવેલા મફતનગરમાં રહેતા અશોક કાળુભાઈ ડાભીએ એવા મતલબની પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, ઇન્દુભા ચુડાસમા, હાજીદાદા રિક્ષાવાળા, ધમભા ઉર્ફે મામા જાડેજા, રમજાનભાઇ મકવાણા પાસેથી અશોકભાઈએ ઊંચા વ્યાજ દરથી રૂપિયા લીધેલા હોય અને હાલ પોતાની પાસે કોઇ ધંધો ન હોય જેથી વ્યાજ તથા મુદલના રૂપિયા આપવા સગવડાતા નથી. રૂપિયા આપી ન શકતા ઇન્દુભા ચુડાસમા, હાજીદાદા રિક્ષાવાળા, ધમભા ઉર્ફે મામા જાડેજા, રમજાનભાઇ મકવાણાએ અશોકભાઈને ઘરે આવી રૂપિયાની ઉઘરાણી ગાળો આપી હેરાન પરેશાન કરતા હોય ત્રાસથી કંટાળી અશોકભાઇએ એસીડ પી લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અશોકભાઈએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

    follow whatsapp