GUJARAT ના નવસારીમાંથી મળ્યો અલભ્ય ખજાનો, MP ના પોલીસ કર્મચારીઓ લૂંટી ગયા

અમદાવાદ : એમપીના અલીરાજપુરમાં ચાર પોલીસ કર્મચારીએ આદિવાસી પરિવાર પાસેથી 240 સોનાના સિક્કા પડાવી લીધા હતા. આ મામલે તપાસ કરવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી…

gujarattak
follow google news

અમદાવાદ : એમપીના અલીરાજપુરમાં ચાર પોલીસ કર્મચારીએ આદિવાસી પરિવાર પાસેથી 240 સોનાના સિક્કા પડાવી લીધા હતા. આ મામલે તપાસ કરવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. ઉપરાંત ચારેય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સહિત ચારેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ સ્ટેશનનાં સ્ટેશન ઇન્ચાર્જ વિજય દેવડા અને ત્રણ કોન્સ્ટેબલ પર સોનાના 240 સિક્કાઓ ચોરી કરવાનો આરોપ છે. તે અંગે તપાસ હવે ગુજરાતના નવસારી જિલ્લામાં કેન્દ્રીત થઇ ચુકી છે. એસઆઇટીની બીજી ટીમ બૈજડા ગામની રમકુબાઇ અને તેના પરિવારને લઇને ગુજરાત ગઇ છે. જ્યાં બિલિમોરા ગામના મકાન માલિકની પણ પુછપરછ કરી રહી છે. જેના મકાનને તોડવાનું કામ રમકુબાઇ અને તેમના પરિવારે લીધું હતું.

આ ઉપરાંત બિલિમોરા પોલીસ અને રેવન્યુ વિભાગ પાસેથી પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. શું સોનાના સિક્કા ચોરી થવાના મામલે તેમને કોઇ ફરિયાદ મળી છે. આ મામલે ફરિયાદી બનેલા રમકુબાઇનું કહેવું છે કે, નવસારીનાં બિલિમોરા ગામમાં એક જુના મકાનને તોડી પાડવા દરમિયાન ખોદકામમાં તેમના પરિવારને 240 સોનાના સિક્કા મળ્યા હતા. તેઓ આ સિક્કા અંગે પોતાના ગામ બૈજડા આવી ગયા હતા. અહીં તેમણે પોતાના ઘરમાં આ સોનાના સિક્કા દાટી દીધા હતા.

બીજી તરફ સોંડવા પોલીસ સ્ટેશનના ટીઆઇ વિજય દેવડા અને કોન્સ્ટેબલ રાકેશ, વિરેન્દ્ર, સુરેન્દ્ર સિવિલ ડ્રેસમાં તેમના ઘરે પહોંચ્યા અને તેમની સાથે ગેરવર્તણુંક કરી હતી. આરોપ છે કે મારપીટ કરીને તેમના સિક્કા છીનવી લેવાયા હતા. આ મામલે 20 જુલાઇએ પોલીસને ફરિયાદ કરવામાં આવી. 21 જુલાઇએ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી.

આ મામલે રચાયેલી SIT ની બીજી ટીમ આરોપી નિલંબિત ટીઆઇ વિજય દેવડા અને ત્રણ અન્ય કોન્સ્ટેબલની ધરપકડના પ્રયાસો કરી રહી છે. આ ઉપરાંત ચોરીના સિક્કા પણ કબજે લેવા માટેના પ્રયાસ ચાલુ છે. બીજી તરફ બૈજડા ગામમાં મહિલાના ઘરે પોલીસને એક નીચે પડેલો સિક્કો ખોદકામ દરમિયાન મળ્યો છે. જેનું પરિક્ષણ કરાવાતા સિક્કો બ્રિટિશ ટંકશાળમાં 1922 બનાવાયો હતો. જે લિમિટેડ એડિશન હતો.

આ એક સિક્કાનું વજન 7.08 ગ્રામ છે અને સિક્કા પર બ્રિટિશ કિંગ જ્યોર્જ પંચનું ચિત્ર છે. SIT ને આશા છે કે, તમામ સિક્કા આ શ્રેણીના હોવાની શક્યતા છે. સીટ પ્રમુખ એસ.એસ સેંગરના અનુસાર બંન્ને દિશામાં તપાસ ચાલી રહી છે. સાથે જ આરોપીઓની ધરપકડ ઉપરાંત સિક્કા પણ જપ્ત કરવાના પ્રયાસો ચાલુ છે.

બીજી તરફ ગુજરાત ટીમ મોકલીને નવસારી જિલ્લામાં સિક્કા જ્યાં મળ્યાં ત્યાનાં લોકોને ફરિયાદીનું પરીક્ષણ કરાવાયું છે. જેમાં પરિવાર દ્વારા ત્યાં 11 દિવસ મજૂરી કરી હોવાની પૃષ્ટી થઇ છે. હવે આ ચર્ચિત મામલે આરોપીઓની ધરપકડથી મામલો આગળ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

    follow whatsapp