અમદાવાદ : નકલી પીએમઓ અધિકારી બનીને જેડ પ્લસ સિક્યોરિટી અને વીઆઇપી ટ્રીટમેન્ટ લઇ રહેલા કિરણ પટેલે નકલની પોતાની આખી દુનિયા રચી હતી. જેના કારણે મોટી મોટી હસ્તિઓ ફસાઇ જતી હતી. કેટલાક એવા જ અમદાવાદમાં તેના દ્વારા આયોજીત કરવામાં આવેલા જી-20 સમિટના કાર્યક્રમમાં થયું હતું. કિરણ પટેલની પહેલ અંગે રાષ્ટ્ર પ્રથમ સંસ્થા અને એક્સ ઇવેન્ટે 29 જાન્યુઆરીએ અમદાવાદના હયાત રેજન્સી હોટલમાં એક સમિટનું આયોજન કર્યું હતું. સ્કોપ એન્ડ પ્રાયોરિટીઝ ઓફ વેરિયસ ઇન્ડસ્ટ્રી વિષય પર આયોજીત આ સમિટમાં ગુજરાત સરકારના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમાં આઇએએસ મનોજ કુમાર દાસ અને અવંતિકા સિંહના નામનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ છે.
ADVERTISEMENT
કિરણ પટેલે આયોજીત કરેલા કાર્યક્રમમાં અનેગ ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા
કિરણ પટેલની પહેલ અંગે આયોજિત આ કાર્યક્રમમાં જી-20 ના લોકો અને સમગ્ર થીમને રાખવામાં આવ્યા હતા. જેના કારણે તમામ મોટી હસ્તિઓ આ કાર્યક્રમમાં પહોંચીહ તી. ગુજરાતી લેખત જય વસાવડા પણ આ કાર્યક્રમનો હિસ્સો બન્યા હતા. તેમણે કાર્યક્રમમાં ભાગ લી લીધો હતો. જેની તસ્વીરો કિરણ પટેલની ટાઇમ લાઇન પર છે. આ કાર્યક્રમમાં સેવાનિવૃત આઇએએસ અધિકારી ડૉ. એસ.કે નંદા, આઇઆઇટી દિલ્હી એલ્યુમની એસોસિએશનના પ્રેસિડેન્ટ કલ્પેન શુક્તા, જાયડસ ગ્રુપના ચીફ કોર્પોરેટર અફેર્સ અધિકારી સુનિલ પારેખ અને સુરત ડાયમંડ એસોસિએશનના પ્રેસીડેન્ટ દિનેશ નાવડીયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માટે કિરણ પટેલે તમામ નાગરિકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું તેને ઉચ્ચ અધિકારીઓનો સપોર્ટ હતો
આ અંગે ગુજરાત કોંગ્રેસના નેતા અમિત નાયકે કહ્યું કે, અમદાવાદના G20 કાર્યક્રમના આયોજન અંગે સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસના પ્રવક્તાએ દાવો કર્યો કે, કિરણ પટેલની સાથે હોટલમાં મળેલા બે અન્ય સાથીઓ પૈકી એક વ્યક્તિના પિતા સીએમઓમાં કાર્યરત છે. જ્યારે બીજી વ્યક્તિ પોતે સરકારમાં ખુબ જ સક્રિય છે. જો કે સરકાર હજી સુધી કેમ મૌન છે. આવડો મોટો ઠગ કે જેણે ન માત્ર લોકોને ઠગ્યા પરંતુ દેશના કોર્પોરેટ જગતના દિગ્ગજો અનેક અધિકારીઓને પણ ઠગ્યા તેમ છતા સરકાર આ મુદ્દે મૌન છે. આ અત્યંત સંવેદનશીલ મામલો છે.
ADVERTISEMENT