Gujarati Murder in South Africa: ભરૂચના જંબુસર તાલુકામાં આવેલા સારોદ ગામના યુવકની સાઉથ આફ્રિકામાં લૂંટના ઈરાદે ગોળી મારીને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી. સાહીલ અજીજ મુન્શી નામનો યુવકની કાર રોકીને લૂંટારૂઓએ ગોળી મારતા ઈજાના કારણે તેનું કરુણ મોત થયું હતું. યુવકના હત્યાની વાત મળતા જ જંબુસર તાલુકામાં અને સારોદ ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગવા જતા દલિતો નારાજ! સો.મીડિયામાં મેસેજ વાઈરલ થયા
નોકરીથી ઘરે જતા યુવકની હત્યા
વિગતો મુજબ, ભરૂચના જંબુસર તાલુકામાં આવેલા સારોદ ગામનો સાહિલ અબ્દુલ અઝીજ મુનશી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયો હતો. ઘટનાના દિવસે તે નોકરી પરથી છુટીને પોતાની ગાડીમાં ઘર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં કેટલાક નીગ્રો લૂંટારૂઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને યુવકને ગોળી મારી ઈજાગ્રસ્ત કરી નાખ્યો હતો. જોકે યુવકે હિંમતથી કાર ચલાવવાનું ચાલુ રાખતા લૂંટારૂઓએ તેનો પીછો કર્યો હતો અને દૂર જઈને શરીરમાં 6-7 જેટલી ગોળીઓ મારી દીધી હતી. જેમાં યુવકનું કરુણ મોત થયું હતું.
આ પણ વાંચો: 'સમાજનું હિત એ જ મારું હિત', પરસોત્તમ રુપાલાના વિરોધમાં રાજ શેખાવતનું ભાજપમાંથી રાજીનામું
યુવકના પરિજનો અને ગામમાં શોકની લાગણી
જંબુસરના યુવકની સાઉથ આફ્રિકામાં લૂંટના ઈરાદે હત્યાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જેના પગલે યુવકના પરિજનો તથા ગામ લોકો પણ શોકમાં સરી પડ્યા હતા. ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યુવકો કમાવવા અને અભ્યાસ કરવા માટે વિદેશમાં જતા હોય છે. ત્યારે આ પ્રકારે તેમના પર હુમલાની ઘટનાને લઈને વિદેશમાં સ્થાયી ભારતીયો પણ ચિંતિત બન્યા છે.
ADVERTISEMENT