મેલબોર્ન: વિદેશની ધરતી પર ગુજરાતી દીકરીના કરુણ મોતનો બનાવ સામે આવ્યો છે. ગુજરાતથી બે મહિના પહેલા જ સિડની ઉચ્ચ અભ્યાસ માટે પહોંચેલી રિયા પટેલ નામની યુવતીનું કાર અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું છે. હવે રિયાના મૃતદેહને દેશમાં પરત લાવવા માટે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમાજના લોકો ફંડ એકઠું કરી રહ્યા છે.
ADVERTISEMENT
બે મહિના પહેલા રિયા સિડની પહોંચી હતી
વિગતો મુજબ, ગુજરાતથી સિડની અભ્યાસ કરવા માટે બે મહિના પહેલા જ ગયેલી 20 વર્ષની રિયા પટેલનો ગત 16મી એપ્રિલે અકસ્માત થયો હતો. રિયા પોતાના મિત્રો સાથે કારમાં સીડનીથી વોલોન્ગોંગ જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો અને તેમની કાર હાઈવો પર પલટી મારી ગઈ હતી. પોલીસ મુજબ સામેથી આવતી કાર સાથે ટક્કર થતી ટાળવા ડ્રાઈવરે કારને બીજી તરફ લીધી અને તે પલટી મારી ગઈ. આ મામલે નરેલન પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે.
અકસ્માતમાં રિયાનું મોત
પોલીસ અને પેરામેડિક્સના અનેક પ્રયાસો છતા રિયાનો જીવ બચાવી શકાયો નહીં. રિયાના પિતરાઈ ભાઈ શૈલેષ જેઓ પણ ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહે છે, તેમણે કહ્યું કે, અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય મુસાફરોને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે રિયાનું મોત થયું હતું. આ સામાચાર સાંભળીને ભારતમાં રિયાના માતા-પિતા આઘાતમાં છે. હાલમાં રિયાનો મૃતદેહ ભારતમાં તેના વતન મોકલવા માટે ગુજરાતી અને ભારતીય સમુદાય દ્વારા ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.
ભારતીય સમાજે ફંડ એકઠું કર્યું
આ માટે gofundme વેબસાઈટ પર રિયા પટેલ માટે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. જેમાં સમાચાર લખવા સુધી 34,900થી વધુ ડોલરનું ફંડ એકત્રિત કર્યું હતું. શૈલેષ પટેલ મુજબ, આ ફંડ દ્વારા તે રીયાના પરિવારને તેની સ્ટુડન્ટ લોન ભરવામાં તથા તેના મૃતદેહને વતન પરત મોકલવામાં સહાય કરવામાં આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT