Israel War: પેલેસ્ટાઇન અને ઇઝરાયેલની સીમા ગાઝા પર હમાસની વિરુદ્ધ ઇજરાયેલી સેનાની જંગમાં ચાર દિવસ થઇ ચુક્યા છે. આ ચાર દિવસમાં યુદ્ધ હવે ખુબ જ ગંભીર વળાંક પર આવી ચુક્યું છે. સાત ઓક્ટોબરે જ્યારે ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યારથી ઇઝરાયેલી સેનાઓ આક્રમક છે. ગાઝા પર ઇઝરાયેલ અને ફિલિસ્તીનના આતંકવાદી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધી બંન્ને તરફથી 3 હજારથી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. આ ભીષણ યુદ્ધ વચ્ચે ગુજરાતી મુળની બે બહેનો ચર્ચામાં આવી છે. આ બંન્ને યુવતીઓ જૂનાગઢની છે. હાલ તો સોશિયલ મીડિયા વચ્ચે બંન્નેની તસ્વીરો વાયરલ છે.
ADVERTISEMENT
ઇઝરાયેલ વિરુદ્ધ કર્તવ્યોનું પાલન
બંન્ને યુવતોના પિતા જીવાભાઇ મુલિયાસિયા અને સવદાસભાઇ મુલિયાસિયા જૂનાગઢના માણાવદર તાલુકાના કોઠાડી ગામના રહેવાસી છે. બંન્ને બહેનો અનેક વર્ષો પહેલા ઇઝરાયેલ ગઈ હતી, જ્યાં તેમણે ટ્રેનિંગ લીધી હતી. હાલમાં બંને બહેનોની ઈઝરાયલમાં ટ્રેનિંગ સમયની જૂની તસવીરો વાઈરલ થઈ રહી છે. હાલમાં બંને બહેનમાંથી એક કેનેડામાં અને એક અમેરિકામાં સ્થાયી છે.
હાલ વિદેશમાં છે નિત્શા
મુલિયાસિયાએ જણાવ્યું કે, ઇઝરાયેલની શિક્ષા પ્રણાલી બાળકોમાં નેતૃત્વના ગુણોને વધારે છે. નિત્શા ગત્ત બે વર્ષથી લેબનોન, સીરિયા, જોર્ડન અને ઇજીપ્તની સીમાઓ પર ફરજ બજાવી ચુકી છે. તેઓ ગશડેનમાં પણ તહેનાત હતી. આ તે સ્થળછે જ્યાંથી ઇઝરાયેલની સેનાએ વર્ષ 2021 ગાઝામાં હમાસ પર હુમલો કર્યો હતો. હાલ તે બંન્ને વિદેશમાં છે અને આ યુદ્ધ હિસ્સો નથી. ઇઝરાયેલ મોટી સંખ્યામાં ગુજરાતીઓના ઘર છે. આ ગુજરાતીઓ વ્યાપાર, શિક્ષણ અને રોજગાર જેવા અનેક કારણોથી દેશમાં આવે છે.
ADVERTISEMENT