Gujarati News: નીતિન પટેલે કહી રાજકારણની કડવી વાસ્તવિકતા- ‘મારા એકલાનો જ ફોટો પડે…’

Gujarati News: નીતિન પટેલે મહેસાણાના કડીમાં બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. અહીં તેમણે રાજકારણ અને તેની કડવી વાસ્તવિક્તા અંગે જોત જોતામાં વાત કરી નાખી…

gujarattak
follow google news

Gujarati News: નીતિન પટેલે મહેસાણાના કડીમાં બ્લડ ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. અહીં તેમણે રાજકારણ અને તેની કડવી વાસ્તવિક્તા અંગે જોત જોતામાં વાત કરી નાખી હતી. જોકે તેમની વાત સાંભળી અન્યો પણ હસી પડ્યા હતા. તેમણે કહ્યું કે રાજકારણમાં મારો એકલા નો જ ફોટો પડે બીજા બધાને બહુ દેખાવા નહીં દેવાના. હું એકલો જ આગળ આવું તેવું હોય છે પરંતુ મારી માન્યતા જુદી છે. તમારા જેવા હજારો લોકોની મદદથી હું અહીં પહોંચ્યો છું. નીતિન પટેલના નિખાલસ સ્વભાવને પગલે તેમના આ વાક્યો સાથે જ સ્ટેજ પર અને લોકો વચ્ચે હાસ્યની લહેર વહી ગઈ હતી.

‘મારા એકલાનો જ ફોટો પડે’

કડી શહેરમાં નાની કડી રોડ ઉપર આવેલા 27 સમાજ સરદાર યુવક મંડળની ઓફિસ ખાતે રક્ત શિબિર કેમ્પ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ડીજે પટેલ કન્યા વિદ્યાલય ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમારા રાજકારણમાં શું હોય છે કે, હું એકલો જ આગળ આવું, મારા એકલા નો જ ફોટો પડે, બીજા કોઈને દેખાવા નહીં દેવાના આવી પદ્ધતિ હોય છે પરંતુ અહીં હું એકલો નહીં પણ બધાને આગળ કરો તેવી ભાવના હંમેશા હું રાખતો આવ્યો છું. તેમણે એવું પણ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, મોટા માણસ ક્યારે થવાય જ્યારે તેની પાછળ કામ કરનાર લોકો હોય, તે ટેકો આપનારા હોય, મદદ કરનારા લોકો હોય. હું આ કક્ષાએ ત્યારે પહોંચ્યો જ્યારે તમારા જેવા હજારો લોકોએ મદદ કરી.

હે રામ! ગાંધી જયંતિ પર જામનગર એસ.ટી ડેપોમાં સફાઈ અભિયાન વખતે દારૂની ખા…

કડીમાં સરદાર યુવક મંડળ દ્વારા ડોનેકશન કેમ્પ યોજી 2500 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું 27 સમાજ સરદાર યુવક મંડળ કડી દ્વારા છેલ્લા દસ વર્ષથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે નીતિન પટેલના જન્મદિન ને 2500 રક્ત યુનિટ 31 કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો પરંતુ નીતિનભાઈ ના જન્મદિન ને 1800 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું હતું જ્યાં 700 રક્ત યુનિટ ખૂટતા સાદરા રોડ ઉપર આવેલ મેસકોટ એસ્ટેટ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦૦થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યું છે.

    follow whatsapp