નવસારીઃ હમણા કેટલાક સમયથી બાળકો મળી આવવાની સંખ્યામાં જાણે વધારો થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલમાં જ વડોદરામાં એક ઘટના બની હતી જેમાં એક યુગલે પોતાના લગ્નના બે દિવસ પહેલા જન્મેલા બાળકને કચરાપેટીમાં ત્યજી દીધું હતું. સગાઈ દરમિયાન બંધાયેલા શરીર સંબંધોનું આ પરિણામ તેમને મંજુર ન હતું જેથી તેમણે આ પગલું લીધું હોવાનું સામે આવતા વડોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ હવે નવસારીમાં એક બાળક મળી આવ્યું છે જોકે તે મૃત છે પરંતુ તેના કપડા અને પહેરવેશ જોઈ તે કોઈ મધ્યમ વર્ગના પરિવારનું સુખી ઘરનું બાળક હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
ડ્રગ્સનું દૂષણ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યું, સિદ્ધપુરથી 1,31 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
બાળકનો પહેરવેશ જોઈ સુખી પરિવારનું હોવાનો અંદાજ
નવસારીના જૂજ ડેમ નજીકથી પાંચ કે છમ માસનું કોઈ બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું છે. તે અહીં વાંસદાના રાયબોર ગામની નજીકથી વિમલના થેલામાંથી મળી આવ્યું છે. બાળકની લાશ લગભગ ડિકમ્પોઝ થઈ ચુકી છે જેથી અહીં તેની તસવીર અમે દર્શાવી શકતા નથી. જોકે આપણે તે બાળકના પહેરવેશ પર નજર કરીએ તો તેના પરથી તે કોઈ સુખી સંપન્ન ઘરનું બાળક હોય તેવું લાગી રહ્યું છે. બાળકના હાથમાં અને પગમાં મોજા પહેરાવેલા છે. આ સાથે જ તેણે ક્રિમ રંગની ટીશર્ટ પહેરેલી છે જેના પર ધ બોસ લખેલું છે. સાથે જ તેણે જીન્સની એક ચડ્ડી પણ પહેરેલી જોવા મળી રહી છે. કાંડામાં કાળા અને સફેદ રંગના મણકાનું બ્રેસલેટ પહેરાવેલું છે. મતલબ કે બાળક પરિવાર સાથે લાંબો સમય સુધી રહ્યું છે અને તે પછી તેને ત્યજી દેવામાં આવ્યું હોવાનું અંદાજ લગાવી શકાય છે. જોકે બાળક પાણીમાં ડૂબી જવાને કારણે મરણ પામ્યું હોય તેવો અંદાજ હાલ મળી રહ્યો છે.
અમદાવાદમાં લોકોએ કોર્પોરેટરની એવી ધોલાઈ કરી કે ચક્કર આવી ગયા, જાણો કેમ માર્યા?
પરિવારની શોધમાં લાગી પોલીસ
આ સમગ્ર મામલાની જાણ વાંસદા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી છે. પોલીસે હાફ બાબા સુટ પહેરેલું ભુરા કાળા રંગનું હાફ ટ્રાઉઝર અને ધ બોસ લખેલી ક્રિમ રંગની ટીશર્ટને ખાસ ધ્યાને લીધી છે. પોલીસે આ બાળકનો પરિવાર ક્યાં છે અને તે કયા સંજોગો હતા કે તેનું મૃત્યુ થયું છે તેની તપાસ હાથ ધરી છે. આ કેસમાં લાંબા ગાળે પોલીસના હાથે કોઈ ચોંકાવનારી બાબત સામે આવે તો નવાઈ નહીં તેવું તજજ્ઞો માની રહ્યા છે.
ADVERTISEMENT