અમદાવાદઃ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં કોર્પોટેરને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. અહીં લોકોએ કોર્પોરેટરની રીતસરની ધોલાઈ કરી નાખી હતી. લોકોએ જાહેરમાં કોર્પોરેટરને એવા માર માર્યા હતા કે તેમને ચક્કર આવવા લાગ્યા હતા. તેમને તુરંત તે પછી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, કોર્પોરેટર એક તરફ ગાડી ઊભી રાખે છે અને લોકો તેમને કારમાંથી બહાર આવવા કહે છે. જે પછી લોકો પૈકીના એક દ્વારા હાથ ઉપાડવામાં આવે છે અને તેના પછી એક પછી એક લોકો તેમને માર મારે છે. તેમને લોકો દ્વારા 40થી વધારે લાફા અને ટપલીઓ મારવામાં આવે છે. ધક્કા મુક્કી કરી ઝપાઝપી કરવામાં આવે છે તે પણ સીસીટીવીમાં સામે આવ્યું છે. આ મામલે તેઓ પોલીસ ફરિયાદ કરી શકે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે.
ADVERTISEMENT
સમજાવટ કરવા આવેલા કોર્પોરેટર અને માર ખાવો પડ્યો
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આજે કોર્પોરેટર બળદેવ પટેલ લોકોના ટોળા વચ્ચે ભેરવાઈ ગયા હતા. નિકોલ વિસ્તારમાં લોકોની નારાજગીનો રોષ આક્રોશમાંથી આક્રમક બનની ગયો હતો. અહીં શિવાજી ચોક પાસે નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને લોકોએ જાહેરમાં માર માર્યો હતો. બાબત એવી હતી કે અહીં ટીપી મંજુર થઈ હતી. જે મામલે કોર્પોરેટર બળદેવ પટેલ લોકોને સમજાવટ કરવા માટે ગયા હતા.
હિંસાથી ક્યારેય સલામત અંત નહીં
જોકે આ દરમિયાનમાં લોકો અને કોર્પોરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થવા લાગી હતી. અહીં સુધી કે લોકોએ કોર્પોરેટરની ધોલાઈ કરવાની ચાલુ કરી દીધી અને મારને કારણે તેમને ચક્કર આવવા લાગ્યા હતા. તેમની હાલત બગડતી જોવા મળતા તેમને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તે પછી જાણકારી મળી રહી છે કે કોર્પોરેટર ધારાસભ્યને સાથે લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોઈ પણ પ્રકારની હિંસાને કાયદાકીય રીતે સમર્થન નથી. હિંસાના રસ્તે ક્યારેય સલામત અંત મળ્યો નથી તેથી લોકોએ પણ આ બાબતને સમજવી પડશે અને નેતા પર હિંસા કરવા કરતા મુશ્કેલીનો યોગ્ય નિર્ણય સાથે બેસીને શાંતિપૂર્ણ રીતે કરવો હિતાવહ છે.
ADVERTISEMENT