ધનેશ પરમાર.બનાસકાંઠા: ગુજરાતમા દારૂબંધી છે તેમ છતાં રાજસ્થાન અને ગુજરાતના અનેક બુટલેગરો નફાકારક હેતુ માટે રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા સતત પ્રયત્નશીલ હોય છે. જોકે કાયદાની કડકાઈના નામે ગુજરાતમાં ઠેરઠેર દારુ મળે છે તે પણ એક કડવું સત્ય છે. ગુજરાતમાંથી રાજસ્થાન તરફની જે તમામ બોર્ડર્સ છે ત્યાં પોલીસ પણ ચુસ્ત અને મુશ્તેદ હોય ત્યારે છાસવારે એલર્ટ મોડમાં રહેલી બોર્ડર પરની પોલીસ દારૂના જથ્થા સાથે બુટલેગરો અને વાહનોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે. જોકે આ ઝડપાયેલો દારૂ કોર્ટની પરમિશન બાદ તેનો યોગ્ય રીતે નાશ કરવાનો હોય છે અને તે નાશ પ્રક્રિયા આજે ડીશા ખાતે હાથ ધરાઇ છે.
ADVERTISEMENT
રામ રહીમને વધુ એક વખત મળ્યા પેરોલ, ફરી આવશે જેલની બહાર
નાયબ કલેક્ટરે શું કહ્યું?
જેમાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશન હદમાં અનેક વખતે 95 જેટલા વિવિધ કેસોમાં ઝડપાયેલા દારૂના જથ્થાને આજરોજ ડીશાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિશાબેન પંચાલ અને વિભાગીય પોલીસ વડા કોશાલ ઓઝા તેમજ અધિકારીઓની રૂબરૂમાં નાશ કરવાની પ્રવૃત્તિ હાથ ધરાઈ છે અને હજારો બોટલ દારૂ આજરોજ સરકાર અને કોર્ટની પરમિશન બાદ ડીસા એરપોર્ટ ખાતે નાશ કરાયો હતો. આ બાબતે ડીસાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિશાબેન પંચાલે જણાવ્યું હતું કે, ડીસા તાલુકા પોલીસ સ્ટેશન રેકર્ડરૂમમાં રખાયેલ અને જપ્ત કરાયેલ આ વિદેશી દારૂનો મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસ મથકના રેકર્ડ રૂમમાં રખાયો હતો. અત્યાર સુધી માં વિવિધ ૯૫ ગુનામાં પોલીસે 46996 બોટલ વિદેશી દારૂ તપાસ અર્થે ઝડપ્યો હતો. આ પોલીસ કેસોમાં જપ્ત થયેલ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 9584636 થાય છે. જે કોર્ટ મંજૂરી અને જરૂરી પ્રોસીજરે આજે નાશ કરવાની કામગીરી કરાઈ છે. તેવું જણાવ્યું હતું. આમ મોટી રકમનો જપ્ત થયેલો દારૂ આજે ડીસા એરપોર્ટ પર નાશ કરાયો હતો.
ADVERTISEMENT