અમદાવાદઃ અમદાવાદમાં આજે ચર્ચાનો વિષય બની ગયેલા ગોદરેજ ગાર્ડન સિટી કેસમાં શરૂઆતથી જ ડુંગળીના પડની માફક એક પછી એક કાંઈક નવું જ બહાર આવી રહ્યું છે. આ કેસમાં પહેલા ઘરમાં આગ લાગવાનો બનાવ હતો. જે પછી પતિ પત્ની ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. જે પછી પત્નીનું મોત થયું અને પતિને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ધારદાર ચાકુના બંને પર ઘા હોવાને કારણે બંને વચ્ચે મારા-મારી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જેના કારણે મારા મારીમાં પત્નીની હત્યા થઈ હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું હતું ત્યાં જ પતિએ આ કેસમાં નિવેદન આપ્યું કે તેની પત્નીએ જાતે આત્મહત્યા કરી લીધી છે. જેના કારણે રહસ્ય સતત ઘૂંટાતુ જઈ રહ્યું છે. તો હવે પોલીસ શું કરશે તે પણ જાણીએ.
ADVERTISEMENT
અમદાવાદના ઉદ્યોગપતિઓ UPમાં 38 હજાર કરોડનું રોકાણ કરશેઃ જાણો કોણ છે આ ઈન્વેસ્ટર્સ
શું બની હતી ઘટના
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન સોસાયટીના વી બ્લોકમાં શુક્રવારે સવારે આગ લાગી હતી. જેના પર કાબુ મેળવવા ફાયર વિભાગ દોડી આવ્યું હતું. જોકે ત્યાં ઘર આખું ખાખ થઈ ગયું હતું. આ ઘટનામાં પતિ અનિલ બઘેલ અને પત્ની અનિતા બઘેલ વચ્ચેનો મામલો હતો. તેમને બે બાળકો પણ છે. જોકે બાળકોને શાળાએ મુકી આવ્યા પછી આ ઘટના બની હતી. આ ઘટનામાં પતિ પત્ની બંને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો અને પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનામાં અનિતાનું ગળા પર છરી વાગવાને કારણે મોત થયું હતું. પ્રારંભીક ધોરણે સામે આવ્યું હતું કે પતિ પત્નીના ઝઘડામાં પતિએ પત્નીની હત્યા કરી અને આગ લગાવી હશે. જોકે પતિના નિવેદને આખું ચિત્ર જ બદલાઈ જાય છે.
પતિએ શું નિવેદન આપ્યું
સુત્રો પાસેથી મળી રહેલી વિગતો પ્રમાણે પતિએ કહ્યું છે કે, તેની પત્ની અનિતા હાઈપર ટેન્શનમાં રહેતી હતી. સવારે બાળકોને શાળાએ મુકીને આવ્યા તે પછી નાસ્તામાં બટર બ્રેડ ગરમ ન હોવાને લઈને ઝઘડો થયો હતો. તેમાં પત્નીએ છરી લીધી અને તેના પર હુમલો કરી દીધો હતો. જેના પ્રતિકારમાં તેના હાથે ઈજા પહોંચી હતી અને ત્યાર પછી ગેસ ચાલુ કીરને લાઈટરથી આગ લગાવી પોતાનું ગળું કાપી નાખ્યું હતું. પતિના આ નિવેદન પછી મહિલાનું મોત આત્મહત્યા હોય તેવું ચિત્ર ઊભું થવા લાગ્યું હતું. જેના કારણે આ ઘટના આત્મહત્યાની છે કે હત્યાની તેનું રહસ્ય ઊભું થયું છે. હાલ તો પોલીસે આ મામલામાં અકસ્માતે મોત સંદર્ભે ગુનો નોંધ્યો છે. હજુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ઘણી બધી બાબતો સ્પષ્ટ થશે તેવો પોલીસને વિશ્વાસ છે. આ ઉપરાંત ફોરેન્સીક સાયન્સની મદદથી આ કેસમાં સ્પષ્ટતા આવી શકે છે. કારણ કે સ્થિતિ અને નિવેદનો વિપરિત દિશામાં હોવાનું જોવાઈ રહ્યું છે.
રામ રહીમને વધુ એક વખત મળ્યા પેરોલ, ફરી આવશે જેલની બહાર
મૂળ આગ્રાનો વતની છે પરિવાર
આ પરિવાર મૂળ આગ્રાનો રહેવાસી છે. તેઓ વર્ષ 2017થી અહીં ગોદરેજ ગાર્ડન સિટીમાં રહે છે. અનીલ પોતે જાપાનની ટેરો પ્રા. કંપનીમાં સેલ્સ મેનેજર છે. તેમના બે સંતાનો છે જેમાં એક ધોરણ 8માં અને પુત્રી ધોરણ 6માં અભ્યાસ કરે છે. આ મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પતિના નિવેદન અને ફોરેન્સિક રિપોર્ટ સાથે પોલીસ આ કેસમાં આગળ વધશે તેવું હાલમાં માનવામાં આવી રહ્યું છે. સાથે જ પોલીસ આસપાસના લોકોની પુછપરછમાં આ પતિ પત્ની વચ્ચે કેવો વ્યવહાર હતો તે પણ જાણવાનો પ્રયાસ કરશે.
ADVERTISEMENT