ભાર્ગવી જોશી.જૂનાગઢઃ આંતરરાષ્ટ્રીય – રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જૈન ધર્મના મુનિ નમ્ર મુનિ જૂનાગઢ ખાતે આવ્યા છે. જેને લઇ જૈન સમુદાયના લોકો મહાઉત્સવની તૈયારી કરી રહ્યા છે. ધર્મ અને ભેદ વગર આત્મકલ્યાણની ભાવના સાથે જીવવાનો સંદેશ આપતા તપસ્વી નમ્ર મુનિ મહારાજ ગિરનારમાં પ્રકૃતિના ખોળે ચાતુર્માસ દરમિયાન તપ, સાધના, આરાધના અને અનુષ્ઠાન કરશે.
ADVERTISEMENT
ગુજરાત તકના રિપોર્ટર ભાર્ગવી જોશીએ નમ્ર મુનિ મહારાજને જ્યારે પૂછ્યું કે લોકો ધર્મથી કેમ દૂર થઈ રહ્યા છે. ત્યારે નમ્ર મુનિ મહારાજે કહ્યું કે લોકોને સંતોષ નથી, અપેક્ષાઓ જે છે એ પૂરી નથી થતી. કંઈક ન મળવાનો ગમ અને ઘણું મેળવવાની ઈચ્છા જે પૂરી ન થતા માણસ ડર અનુભવે છે એટલે જ ધર્મથી દૂર ભાગે છે. પરંતુ યુવાઓ ધર્મ સાથે જોડાયએ ખરેખર જરૂરી છે. એમને મગજ શાંત રાખી ધર્મમાં આસ્થા અને વિશ્વાસ રાખવો પડશે.
‘અમે બચી ગયા, અમે પેલી બાજુ ભાગી ગયા’- જામનગરની ઘટનામાં આવી રીતે માંડ બચ્યો જીવ- Video
કઈ તારીખે કેવા થશે ઉત્સવો
જૂનાગઢમાં આયોજિત કાર્યક્રમો અંગે નમ્ર મુનિએ જણાવ્યું કે, આ ચાતુર્માસ દરમિયાન અનેક વિવિધ શિબિરો યોજાશે જેમાં આંતરાષ્ટ્રીય કક્ષાથી લઇ મહિલા લક્ષી, બાળકો માટે ,પ્રોફેશનલ માટે તેમજ ખાસ વિષયો પર શિબિર યોજાશે. આ અંગે જૈન ધર્મના અગ્રણી કે બી સંઘવીએ કહ્યું કે, ધર્મ અંગે ઉંડાણપૂર્વક સમજ આપતા નમ્ર મુનિ મહારાજના દર્શન કરવા અને તેમના પ્રવચન સાંભળવા એક લ્હાવો છે. નમ્ર મુનિ મહારાજ જ્યારે જૂનાગઢમાં ચાતુર્માસ કરવા આવ્યા છે તે જૂનાગઢ વાસીઓ માટે ધન્ય થવા જેવી વાત છે. તેજસ્વી અને વાસ્તવિકતાથી નજીક તેમનું પ્રવચન સાંભળવા દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે.
આ ચાતુર્માસ દરમિયાન 12 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર પર્યુષણનો મહાઉત્સવ ઉજવાશે. રોજ સવારે અને સાંજે શિબિર યોજાશે, 24 સપ્ટેમ્બર એ ગુરુદેવનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. 12 મી નવેમ્બર એ દીપાવલી હોય મહાવીર સ્વામીનો નિર્વાણ દિન પણ ઉજવાશે. 13 થી 17 નવેમ્બર યુવા શિબિર, 14 જુલાઈ થી 24 ઓકટોબર સુધી આત્મોત્થાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT