વિપિન પ્રજાપતિ.પાટણઃ ગુજરાતના પાટણના યુવાનનું અમેરિકામાં કરુણ મોત થયું છે. દર્શીલ ઠક્કર નામના 24 વર્ષીય યુવાનનું રોડ ક્રોસ કરવા જતાં અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યુવક રેડ સિગ્નલ હતું ત્યારે રોડ ક્રોસ કરવા લાગ્યો પરંતુ દરમિયાન ગ્રીન સિગ્નલ મળતા તેના પર એક પછી એક ગાડીઓ ફરી વળી હતી. યુવક પર એક પછી એક 14 ગાડીઓ ફરી વળી હતી અને તેનું માર્ગ અકસ્માતમાં કમ કમાટી ભર્યું મોત થયું હતું.
ADVERTISEMENT
ઘટના તાજેતરમાં હ્યુસ્ટન શહેરમાં બની હતી. દર્શીલ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે એક ગાડીએ તેમને ટક્કર મારી હતી. ગાડી ઝડપથી ચાલતી હતી અને દર્શીલને ગંભીર ઈજાઓ થઈ હતી. જે પછી તેના પર એક પછી એક અન્ય વાહનો પણ ફરી વળ્યા હતા. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયો ન્હોતો. દર્શીલ ગુજરાતના પાટણનો રહેવાસી છે. તે અમેરિકા ખાતે ફરવા ગયો હતો. ટુરિસ્ટ વિઝા પર તે ત્યાં પ્રવાસ પર હતો.
સીમા હૈદર 2024માં સાંસદની ચૂંટણી લડશે! જાણો કોણે આપી ઓફર
થોડી જ વાર પહેલા પરિવારને કર્યો હતો વીડિયો કોલ
તેણે પરિવાર સાથે થોડી જ વાર પહેલા વાત પણ કરી હતી. લગભગ 15થી 20 મિનિટ જેટલો તેનો વીડિયો કોલ ચાલ્યો હતો. પરિવાર સાથે વાત કર્યા પછી તે વોક પર નીકળ્યો હતો. પગપાળા ચાલતી વખતે રોડ ક્રોસ કરવામાં આ ઘટના બની હતી. જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર ઈજાઓને પગલે તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. તેના ભાઈએ કોલ કર્યો પણ તેણે તે સમયે રિસિવ કર્યો નહીં. તેના મિત્રએ કોલ કરીને પરિવારને વાત કરી કે દર્શીલનો અકસ્માત થયો હોવાનું કહ્યું હતું. જોકે પછી ફોન આવ્યો કે તેનું મૃત્યુ થયું છે.
અમેરિકામાં જ કરવી પડશે અંતિમક્રિયા
દર્શીલના પરિવારને આઘાત લાગ્યો છે. તેઓએ યુવાનના મૃતદેહને પરત ભારત લાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ પી.એમ રિપોર્ટ મુજબ મૃતદેહ ભારત આવી શકે તે સ્થિતિમાં નથી. તેથી પરિવાર યુવાનના અંતિમ સંસ્કાર માટે અમેરિકા જશે. દર્શીલ ગુજરાતના પાટણના રહેવાસી હતા. તેઓ ઇન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને ટૂંક સમયમાં યુએસમાં જવાનું શરૂ કરવા જઈ રહ્યા હતા. તેના મૃત્યુથી પરિવાર અને મિત્રોને ગહન શોક થયો છે. પરિવાર આજે સાંજે અમેરિકા ખાતે ત્યાં જઈ રહ્યો છે અને આગામી રવિવારે ત્યાં તેની અંતિમક્રિયા કરવામાં આવશે.
ADVERTISEMENT