પાટણઃ પાટણના હાજીપુર ગામમાં ગરીબ ખેડૂત પરિવારની એક દીકરીએ ગુજરાતનું નામ આખા ભારતમાં ગજવી મુક્યું છે. દિકરા અને દીકરીનો ફરક આજના જમાને પણ કરતા લોકો માટે આ છોકરી એક નવું ઉદાહરણ બની છે. ખેડૂત પરિવારની દીકરીએ એથલેન્ટિક્સમાં ગોલ્ડ, સિલ્વર, બ્રોન્જ મેડલ્સ મળી કુલ 40 મેડલ મેળવ્યા છે અને અનેકો ટ્રોફી મેળવી છે. હાલમાં જ જ્યારે વર્લ્ડ યુનિવર્સિટીની સ્પર્ધા ચાઈનામાં યોજાઈ હતી ત્યારે તે ક્વોલિફાઈડ થનાર પ્રથમ ગુજરાતી દીકરી પણ હતી.
ADVERTISEMENT
પાટણના હાજુપુર ગામની હવે તો એક અલગ જ ઓળખ ઊભી થઈ ગઈ છે. નીમા ઠાકોર નામની ખેડૂત પુત્રી આ ગામની એક અલગ ઓળખ બની છે. 2010માં એથલેન્ટિક્સમાં તેણે પગલા ભરવાની શરૂઆત કરી ત્યારે તેના ગામને ખબર નહીં હોય કે આ દીકરી ગામના નામનો ડંકો વગાડશે. તેણે રમેશભાઈ નામના કોચ દ્વારા રુક્ષમણી વિદ્યાલયમાં ટ્રેનિંગ લેવાની શરૂ કરી અને અથાક મહેનત પછી ક્રોસકન્ટ્રી, હાફ મેરેથોન, ફૂલ મેરેથોનમાં જિલ્લા, રાજ્ય અને આંતર રાજ્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો.
સુરતના ચકચારી બેંક લૂંટ કેસમાં 4ની ધરપકડ, પિસ્તોલ અને 2 લાખ જપ્ત
અન્ય દીકરીઓ માટે પણ બની પ્રેરણા રૂપ
નીમા ચાઈનાની વર્લ્ડ યુનિવર્સિટી કોમ્પીટીશનમાં બે વખત ક્વોલિફાઈ થનારી ગુજરાતની પ્રથમ ખેલાડી હતી અને તે વિજેતા પણ બની અને દેશને ગૌરવ અપાવ્યું હતું. મધ્યમ વર્ગીય પરિવારની આ દીકરીને અહીં સુધી પહોંચાડવામાં તેના પરિવારનો પણ મોટો હાથ છે. તેના પરિવારે પણ એટલી જ મહેનત કરી છે, આર્થિક રીતે અને સામાજીક રીતે પણ. નીમા ઠાકોર ચાઈનામાં મેરેથોમાં ભાગ લઈ 21 કિલોમીટરની દોડને જ્યારે 1.22 કલાકમાં પુરી કરી ક્વોલીફાઈ થનારી પ્રથમ ગુજરાતી ખેલાડી બની ત્યારે નીમાને જેટલો હરખ થયો હતો તેના કરતા વધારે હરખ તેના પરિવારમાં અને તેના ગામમાં જોવા મળ્યો હતો. હવે તો નીમા પોતે એક પ્રેરણા બની છે. ગામની અન્ય દીકરીઓ પણ રમત ગમત ક્ષેત્રમાં પ્રેરાઈને રમેશભાઈના હાથ નીચે ટ્રેનીંગ મેળવી રહી છે. આ દીકરીએ ગામ સાથે ઠાકોર સમાજને પણ અલગ રાહ ચિંધી છે.
ADVERTISEMENT