ગાંધીનગર : ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય પ્રદર્શન કર્યું છે. ગુજરાતનાં ઇતિહાસમાં ક્યારે પણ ન હોય તેવો ભવ્ય વિજય અપાવ્યો છે. જો કે આ સાથે સી.આર પાટીલે પોતાની પુત્રી કે જે મહારાષ્ટ્રમાં છે તેને પણ ચૂંટણી જીતાડી દીધી છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષની પુત્રી ભાવિની પાટીલ જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાની મોહાડી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી છે.
ADVERTISEMENT
ભાવિની પાટીલની પેનલ હારી ચુકી છે
જો કે ભાવિની પાટીલ તેમની પેનલના અન્ય ઉમેદવારોને જીત અપાવી શક્યા નથી. તેમની પેનલના અન્ય ઉમેદવાર હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ભાજપ અધ્યક્ષની પુત્રી હોવાના કારણે ભાવિનીની ચૂંટણી પર પણ નજર હતી. જો કે પાટીલના પુત્રીને જીત મળી ચુકી છે.
ભાવિની પાટીલ જલગાંવ જિલ્લાના મોહાડી ગ્રામ પંચાયતમાં લડ્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવિની પાટીલ જલગાંવ જિલ્લાના જામનેર તાલુકાના મોહાડી ગ્રામ પંચાયતના સભ્યપદ માટે ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા. જો કે ગ્રામ વિકાસ પેનલને હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામ વિકાસ પેનલે 10 માંથી 3 બેઠક જીતી હતી. શરદ પાટીલની લોકશાહી ઉન્નતી પેનલ જે ભાવિની પાટીલની વિરુદ્ધ હતી. તે 10 માંથી 7 બેઠકો હતી.
ગ્રામપંચાયતની ચૂંટણીમાં પાટીલની પુત્રી સિવાયની પેનલ હારી
મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણીમાં પહેલીવાર જનતાના સીધા મતદાન દ્વારા ચૂંટણી થઇ હતી. આ સ્થિતિમાં ભાવિની પાટીલના હરીફ શરદ પાટીલની લોકશાહી ઉન્નતી પેનલે 10 માંથી સાત બેઠકો જીતીને સરપંચનું પદ જીતી લીધું હતું. સાત બેઠકો જીતનારી પેનલ ખુબ જ મજબુત હોવા છતા પણ પાટીલે પોતાની પુત્રીની જીત સુનિશ્ચિત કરી હતી.
ADVERTISEMENT