Gujarat Rain: વરસાદનો નવો રાઉન્ડ આવતીકાલથી શરૂ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Rain Update: ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને કેટલાંક સ્થળોએ તો ઉનાળા જેવી ગરમી પડી રહી છે

Gujarat Rain Update

Gujarat Rain Update

follow google news

Gujarat Rain Update: ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને કેટલાંક સ્થળોએ તો ઉનાળા જેવી ગરમી પડી રહી છે. એવામાં હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. આગાહી અનુસાર,  આવતીકાલે 20 અને 21મી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. તે ઉપરાંત અન્ય જગ્યાઓએ છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસવાની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં કયા કયા નોંધાયો છે વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર, વલસાડ, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે. જેમા અમરેલી, ભાવનગર, જામનગર અને દ્વારકામાં ત્રણ એમએમ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડના ભાગોમાં અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહી કરતા જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ જણાવ્યું છે કે, 17થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. તો આવતા અઠવાડિયે દાંતા, અંબાજી, અરવલ્લીના શામળાજીમાં ભારે વરસાદ પડી શકે છે. 

'22થી 30 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી'

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17થી 22 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં સાવ હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તો 22થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે આ સમયગાળા દરમિયાન અતિભારે વરસાદ પડી શકે છે.

    follow whatsapp