શું નવા વર્ષની શરૂઆતમાં રહેશે વરસાદી વાતાવરણ? હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Update : રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગાહી…

gujarattak
follow google news

Gujarat Weather Update : રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાલમાં રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં બેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે સાથે આજે 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત

આજે લેટેસ્ટ આગાહી અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. પરંતુ આગામી બેથી ત્રણ દિવસમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે. આ સાથે તેમણે તાપમાનની વાત કરતા જણાવ્યુ કે, રાજ્યમાં ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે.

ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી જ્યારે નલિયામાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.

‘2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં આવશે પલટો’

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષના અંતમાં ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં અને જાન્યુઆરીમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન પર પડશે. આગામી 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ છે. તો 4 જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે. આ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે.

    follow whatsapp