રાજ્યમાં ગરમીના વાયરાની શરૂઆત, રાજકોટમાં નોંધાયો સૌથી વધુ તાપમાન, જુઓ હવામાન વિભાગની આગાહી

Gujarat Wethar Update: રાજ્યમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે. અઅજ રોજથી ધીમે ધીમે તાપમાનનો પારો વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રેહશે. જેને લઈ મહત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Gujarat Wethar Update

રાજકોટથી રાજ્યમાં ગરમીની શરૂઆત

follow google news

Gujarat Wethar Update: રાજ્યમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે. અઅજ રોજથી ધીમે ધીમે તાપમાનનો પારો વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રેહશે. જેને લઈ મહત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.  

રાજકોટથી રાજ્યમાં ગરમીની શરૂઆત

રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન હાલ ઊંચકાયું છે. જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં ગરમીની શરૂઆત પણ આજથી થઈ ગઈ છે આ સિઝનમાં પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહતમ તાપમાન 37.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે  નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 15.0 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદ લઘુત્તમ 18.3 અને મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં લઘુત્તમ 16.5 અને મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ 

જોકે, હજુ પણ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત છે, જેમાં સવારે વાતાવરણ એકદમ ઠંડુ જોવા મળે છે તો બપોર પડતાંની સાથે ઉનાળા જેવો આકરો તાપ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. જેને લઈ હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે આગામી થોડા દિવસ આ રીતની બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે.  

    follow whatsapp