અમદાવાદ: રાજ્યમાં માવઠા બાદ હવે કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અઠવાડિયામાં જ આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ તાપમાનનો પારો 5 ડિગ્રી સુધીને 43 ડિગ્રી પાર પહોંચી ગયો છે. ગઈકાલે અમદાવાદમાં 44.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે પાટણ 45.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધારે નોંધાયો હતો.
ADVERTISEMENT
કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું?
અમદાવાદ શહેરની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ પણ શહેરમાં તાપમાન 42થી 44 ડિગ્રી આસપાસ નોંધાશે. એવામાં ગરમીથી રાહતની હાલમાં કોઈ સંભાવના નથી. શુક્રવારે રાજ્યના શહેરોમાં ગરમીની વાત કરીએ તો પાટણમાં 45.3 ડિગ્રી, અમદાવાદમાં 44.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 44 ડિગ્રી, ગાંધીનગરમાં 43.7 ડિગ્રી, જૂનાગઢમાં 43.4 ડિગ્રી, હિંમતનગરમાં 43.4 ડિગ્રી, અમરેલીમાં 43.2 ડિગ્રી, વડોદરામાં 43.2 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, ભુજમાં 42.6 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી તથા સુરતમાં 40.5 ડિગ્રી નોંધાયું હતું.
સુરત, પોરબંદર, જૂનાગઢમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા હજુ આગામી સમયમાં ગરમી ઘટવાના સંકેત અપાયા નથી. ત્યારે આજે શનિવારે સુરત, પોરબંદર, જૂનાગઢમાં હીટ વેવની અસર રહેવાની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. જ્યારે ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT