અમદાવાદઃ ગુરૂવારે પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન થયું છે. હવે બાકીની 93 બેઠકો પર મતદાન આજે સોમવારે થઈ રહ્યું છે. જેના માટે 833 ઉમેદવારોના નસીબનો આજે મતદારો ફેંસલો આપવાના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકોના 14 જિલ્લાઓ પર મતદાન થવાનું છે. 5 ડિસેમ્બરની સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થવાનું છે. પોતાના બુથ પર પહોંચીને મતદાતાઓ ઈવીએમ થકી પોતાનો મત આપી શકે તે માટે તંત્રએ પણ તૈયારીઓ સતત કરી છે. પ્રથમ તબક્કામાં 11 વાગ્યા સુધી ગુજરાતમાં 89 બેઠકો પર 19.24 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે બીજા તબક્કામાં 19.17 ટકા મતદાન નોંધાયું છે.
ADVERTISEMENT
14 જિલ્લાઓમાં કેટલું મતદાન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે 14 જિલ્લાઓમાં થનારા આ મતદાનના દિવસે 11 વાગ્યા સુધીમાં અંદાજીત મતદાનની ટકાવારી સામે આવી છે તે પ્રમાણે અમદાવાદમાં 16.95 ટકા, આણંદમાં 20.38 ટકા, અરવલ્લીમાં 20.83 ટકા, બનાસકાંઠામાં 21.03 ટકા, છોટાઉદેપુરમાં 23.35 ટકા, દાહોદમાં 17.83 ટકા, ગાંધીનગર 20.39 ટકા, ખેડામાં 19.63 ટકા, મહેસાણામાં 20.66 ટકા, મહિસાગરમાં 17.06 ટકા, પંચમહાલમાં 18.74 ટકા, પાટણમાં 18.18 ટકા, સાબરકાંઠામાં 22.18 ટકા જ્યારે વડોદરામાં 18.77 ટકા મતદાન નોંધાયું છે. આમ સૌથી ઓછું મતદાન અમદાવાદ જિલ્લામાં નોંધાયું છે જ્યારે સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં નોંધાયું છે.
ADVERTISEMENT