Gujarat University: વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને યુનિવર્સિટી એક્શનમાં, લીધા મોટા નિર્ણયો

Gujarat University Latest News: ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ તેમને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Gujarat University Latest News

વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ મહત્વનો નિર્ણય

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

વિદેશી વિદ્યાર્થીઓને નવી હોસ્ટેલમાં કરાયા શિફ્ટ

point

એક સલાહકાર સમિતિની કરવામાં આવી છે રચના

point

પૂર્વ સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવાનો આપ્યો નિર્દેશ

Gujarat University Latest News: ગુજરાત યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ તેમને નવી હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય વિદેશી વિદ્યાર્થીઓ માટે એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. યુનિવર્સિટીએ સુરક્ષા એજન્સીઓને હોસ્ટેલ બ્લોકની સુરક્ષા મજબૂત કરવા માટે પૂર્વ સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.

પૂર્વ સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવાનો નિર્દેશ

એક અધિકારીએ સોમવારે જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢવાને લઈને વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા બાદ અધિકારીઓએ તેમને એક નવી હોસ્ટેલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે અને વિદેશી વિદ્યાર્થીઓની સલાહકાર સમિતિની રચના કરી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે યુનિવર્સિટીએ સુરક્ષા એજન્સીઓને તેમની હોસ્ટેલ બ્લોક્સની સુરક્ષાને મજબૂત કરવા માટે પૂર્વ સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીઃ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની કરી ધરપકડ, કમિશનરે કર્યો મોટો ખુલાસો

 

5 આરોપીઓની કરાઈ ધરપકડ

જણાવી દઈએ કે આ કેસમાં રવિવારે હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે વધુ ત્રણ આરોપીઓ ક્ષિતિષ પાંડે, જીતેન્દ્ર પટેલ, શાહિલની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ અદા કરવાને લઈને વિદેશી વિદ્યાર્થીઓ પર વ્યક્તિઓના એક જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 

વિદ્યાર્થીઓને અન્ય હોસ્ટેલમાં શિફ્ટ કરવાનો નિર્ણય

વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, પોલીસે અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો તેજ કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીના અધિકારીઓએ સ્ટડી ઈન એબ્રોડ પ્રોગ્રામના સંયોજક અને NRI હોસ્ટેલ વોર્ડનની તાત્કાલિક અસરથી બદલી કરી છે. યુનિવર્સિટીએ ત્રણ દિવસમાં વિદેશી વિદ્યાર્થીઓને NRI વિદ્યાર્થીઓ માટે બનેલી અલગ હોસ્ટેલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે અને સુરક્ષા એજન્સીઓને તેમના હોસ્ટેલ બ્લોકની સુરક્ષાને મજબૂત કરવા પૂર્વ સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

આ પણ વાંચોઃ સુરતનો કરૂણ કિસ્સો, દીકરીને હવામાં ઉછાળી રમાડી રહ્યાં પિતા કેચના કરી શકતા 3 વર્ષની બાળકીનું મોત

 

અન્ય આરોપીઓને પકડવાની કાર્યવાહી તેજ

ગુપ્તાએ જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીએ ફોરેન સ્ટુડન્ટ્સ એડવાઇઝરી કમિટીની પણ રચના કરી છે, જેમાં વિદેશ અભ્યાસ પ્રોગ્રામ કોઓર્ડિનેટર, લીગલ સેલના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને યુનિવર્સિટી ઓમ્બડ્સમેન તેના સભ્યો છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટીની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરુણ દુગ્ગલે જણાવ્યું કે, ઘટનામાં સંડોવાયેલા બાકીના આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને તપાસ ચાલી રહી છે.

બનાવવામાં આવી છે 9 ટીમો

પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે રાત્રે બનેલી આ ઘટના બાદ બે વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ 20-25 અજાણ્યા હુમલાખોરો સામે FIR નોંધવામાં આવી હતી. પોલીસ કમિશનર જીએસ મલિકે રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે ઘટનાની તપાસ માટે નવ ટીમો બનાવવામાં આવી છે.

20-25 લોકોએ કર્યો હતો હુમલો

જીએસ મલિકે કહ્યું કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી છે અને તેમને આ મામલે કડક અને ન્યાયિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લગભગ 20-25 લોકો હોસ્ટેલ પરિસરમાં (શનિવારની રાત્રે) પ્રવેશ્યા હતા અને વિદેશી વિદ્યાર્થીઓના ત્યાં નમાઝ અદા કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમને મસ્જિદમાં આવું કરવા કહ્યું હતું. જ્યારે તેમણે આ મુદ્દે બોલાચાલી કરી ત્યારે તેમના પર હુમલો કરીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમના રૂમમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.

    follow whatsapp