Train Cancelled: ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતીય રેલ્વે મારફતે દરરોજ લગભગ 2.5 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. આટલી મોટી સંખ્યામાં ટ્રેનોના સંચાલનને કારણે સુરક્ષાના મામલે ભારતીય રેલવેની જવાબદારી પણ વધી જાય છે. ભારતીય રેલ્વે દરરોજ અમુક રૂટ પર મેન્ટેનસ કાર્ય કરે છે. જેના કારણે ભારતીય રેલ્વેએ ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા-જામનગર ઈન્ટરસિટીમાં દરરોજ લાખો લોકો અપડાઉન કરે છે, તો તમામ યાત્રાળુઓ માટે એક મહત્વની માહિતી સામે આવી રહી છે.
ADVERTISEMENT
ઇન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ
હાલમાં રેલવે દ્વારા યાર્ડ રિમોડેલિંગ અને નોન-ઇન્ટરલોકિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવી પડી છે. જો તમે પણ આ ટ્રેનોમાં જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે. જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશન થી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટી ના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.
રદ થયેલી ટ્રેનની વિગતો
20 અને 21 જુલાઈ: ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ
19 અને 20 જુલાઈ: ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ
19 અને 20 જુલાઈ: ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
20 અને 21 જુલાઈ: ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
ADVERTISEMENT