ગાંધીનગરઃ ગુજરાત રાજ્યમાં 2 સપ્ટેમ્બરે 191 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન કુલ એક્ટિવ કેસની સંખ્યા 1470 થઈ ગઈ છે અને 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી બાજુ ગુજરાત રાજ્યમાં રિકવરી રેટ 99.02 ટકાનો પહોંચી ગયો છે. નોંધનીય છે કે અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં આજે શુક્રવારે 60 કેસ નોંધાયા છે જ્યારે 1નું મોત નીપજ્યું છે. 318 કોવિડના દર્દીઓ સાજા થયા છે.
ADVERTISEMENT
અમદાવાદમાં સૌથી વધુ કેસ….
રાજ્યની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં અત્યારે રાજ્યના સૌથી વધુ 60 કેસ નોંધાયા છે. કોવિડ કેસમાં થતા સતત વધારાને પગલે અત્યારે તંત્ર એક્ટિવ મોડમાં આવી ગયું છે. આ દરમિયાન હજુ કોવિડની સાતે મંકી પોક્સની પણ એન્ટ્રી થઈ ગઈ છે. વળી અત્યારે દેશમાં વાઈરલ ફિવર, પશુઓમાં લંપી વાઈરસ તથા મંકી પોક્સ જેવી બીમારીએ પગપેસારો કરી દીધો છે.
ક્યાં કેટલા કોવિડ કેસ નોંધાયા
અત્યારે રાજકોટમાં 9, વલસાડમાં 9, ડાંગમા 7, પાટણમાં 7, ગાંધીનગરમાં 4, આણંદમાં 3, બનાસકાંઠામાં 3 તથા જુનાગઢમાં 1 અને ખેડામાં 1 કેસ સામે આવ્યો છે. આ દરમિયાન હવે વેક્સિનેશનની ગતિને જોતા જોકે રિકવરી રેટ તોતિંગ વધી જવા પામ્યો છે. તથા એક્ટિવ કેસમાં વધારો તથા દરેક શાળામાં માસ્ક પહેરવો ફરજિયાત છે.
ADVERTISEMENT