અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો છે. પાર્ટી ગુજરાતમાં ક્યારે કોઇ પણ પક્ષ ન જીતી શક્યો હોય તેટલી બંપર 156 સીટો જીતીને આવી હતી. ગુજરાતના રાજનીતિમાં ઐતિહાસિક ક્લિન સ્વિપ કર્યું હતું. આ અગાઉ કોંગ્રેસે 1985 માં 149 સીટો જીતી હતી. ગુજરાતમાં ઐતિહાસિક જીત બાદ ભુપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
ADVERTISEMENT
આખુ વિશ્વ જોતું રહી જાય તેવો ભવ્ય કાર્યક્રમ
ભાજપ પટેલના શપથ ગ્રહણને પણ મેગા શો બનાવવાની તૈયારીમાં જોડાઇ ચુકી છે. આ શપથગ્રહણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના તમામ મોટા નેતાઓ જોડાશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું કે, આ ભાજપની ઐતિહાસિક જીત છે. હું ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરુ છું.
સી.આર પાટીલે હજારો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો
ભાજપને જીત અપાવવા માટે વડાપ્રધાન મોદીએ ભારે મહેનત કરી હતી. સીઆર પાીલે કહ્યું કે, આ શિલ્પકાર પીએમ મોદી છે. તેમણે કહ્યું કે, હું અમિત શાહનો આભાર વ્યક્ત કરૂ છું. તેમણે 33 જનસભા અને રોડ શો કર્યા. તેમણે કહ્યું કે, અહીં કોઇએ લખીને આપ્યું હતું કે અમે જીતીશું. કોઇ કહી રહ્યું હતું કે, પરિવર્તન થશે. જો કે કોઇ કાંઇ કરી શક્યા નહોતા.
ભુપેન્દ્ર પટેલની છબી મજબુત કરવામાં આવશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, ગુજરાતના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે. પીએમ મોદીએ પહેલા જ કહી દીધું હતું કે, આ ચૂંટણી ગુજરાતી લોકો દ્વારા લડવામાં આવી રહ્યા છે. ભાજપ એકવાર ફરીથી ગુજરાતમાં સરકાર બનાવવા જઇ રહ્યા છે. અમે સંકલ્પ કર્યો હતો કે, ગુજરાતમાં સમગ્ર બહુમતી સાથે સરકાર બનાવીશું. અમે ગુજરાતના લોકો અને વડાપ્રધાન મોદી નો આભાર વ્યક્ત કરૂ છું, તેમને દિવસરાત કામ કર્યું છે અને ભાજપને જીત અપાવડાવી છે. ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, પીએમ મોદીને આ જીતની સંપુર્ણ ક્રેડિટ આપવી જોઇએ. પટેલે જણાવ્યું કે, શપથગ્રહણ 12 ડિસેમ્બરે થશે. આ દરમિયાન પીએમ મોદી અને અમિત શાહ હાજર રહેશે.
રોડ શોમાં દેશના મોટભાગના ગણમાન્ય લોકો હાજર રહેશે
આ રોડ શો સમગ્ર ગુજરાત નહી પરંતુ સમગ્ર વિશ્વ જોતો રહે તેટલો ભવ્ય કાર્યક્રમ થશે. જેમાં દેશના તમામ મહત્વના હોદ્દેદારો હાજરી આપશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્યાતિભવ્ય રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ADVERTISEMENT