દિગ્વિજય પાઠક.વડોદરાઃ હાથ કે તેમાં નસીબની લકીર ના હોય તો પણ પ્રબળ પુરુષાર્થ, મક્કમ મનોબળ અને નૈતિક હિંમત સાથે આગળ વધીએ તો ચોક્કસ સફળતા મળે છે, એ વાતની પ્રતીતિ વડોદરા શહેરની મુસ્કાન શેખે કરાવી છે. એક દુર્ઘટનામાં પોતાનો એક હાથ ખોઇ બેઠેલી આ યુવતીએ હિંમત હાર્યા વિના પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો અને આજે તે એસએસજી હોસ્પિટલમાં એમબીબીએસના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓ આ સવાલથી જબ્બર સલવાયાઃ ‘બેફામ’ની કવિતા પર પોતાનું નામ લખાતા કવિએ શું કહ્યું
મુસ્કાને હાથ ગુમાવ્યા પણ હિંમત ન હારી
આજથી નવેક વર્ષ પહેલા મુસ્કાન ધોરણ આઠમાં અભ્યાસ કરતી હતી, ત્યારે શાળાના એક પ્રવાસ દરમિયાન નડેલા અકસ્માતમાં તેણીએ પોતાનો જમણો હાથ ગુમાવી દીધો હતો. શરીરનું એક અંગ ઓછું થાય એટલે ભારોભાર તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ, ભણવામાં ખૂબ જ મેઘાવી મુસ્કાને હિંમત હાર્યા વિના ડાબા હાથે લખવાનો મહાવરો સાધી લીધો અને દીલ લગાવી પોતાનો અભ્યાસ ચાલું રાખ્યો. મુસ્કાનના માતાપિતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે પણ પોતાની વ્હાલસોયી પુત્રીને ભણવામાં કાંઇ ઓછું ના આવે તેની તકેદારી રાખી.
PM મોદીની સુરક્ષામાં ખામીના મામલે સુપ્રીમ કોર્ટના જજની કમિતીએ 9 અધિકારીઓને દોષીત ઠેરવ્યા, ટુંકમાં કાર્યવાહી
શું થયું હતું 9 વર્ષ પહેલા
વર્ષ 2014માં શાળાના પ્રવાસ પર ગયેલી એક બસને અકસ્માત નડ્યો હતો. જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને વડોદરામાં ઘણી બધી હોસ્પિટલ્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તે દિવસની સાંજ વડોદરા ભુલી શકે તેમ નથી. કારણ કે તે દિવસે મોટી સંખ્યામાં ઈજાગ્રસ્ત થયેલા પોતાના બાળકો કઈ હોસ્પિટલમાં છે? અકસ્માતમાં તેમને કેટલું વાગ્યું છે? તે હેમ ખેમ છે કે કેમ? તેવા સતત મનમાં સવાલો સાથે પરિવારજનોની દોડધામ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોમાં એક નામ મુસ્કાનનું પણ હતું. મુસ્કાને એક હાથ ગુમાવી દીધો હતો. જે થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મુસ્કાનને ધોરણ ૮ની પરીક્ષા આપવાના હોવાથી ડાબા હાથેથી લખવાનો મહાવરો કેળવવાની શરૂઆત કરી દીધી હતી અને પ્રથમ વખત ડાબા હાથે લખી પરીક્ષા પણ સારી રીતે આપી હતી. તેની તેજસ્વીતાનો ગ્રાફ ઉપર ચઢતો ગયો અને તેણીએ ધોરણ 10માં 94 ટકા, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 81 ટકા મેળવ્યા હતા. એ બાદ મેડિકલ શાખામાં પ્રવેશ માટેથી નીટમાં સારા ગુણાંક મેળવી શારીરિક અશક્ત શ્રેણીમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવી હતી. આમ મુસ્કાનની સફળતા જોઈ નિરાશ થઈ, પરીક્ષાના પેપર સારા ન જાય તો નાસીપાસ થઈ, કે પછી જીવનના કોઈ પણ પડાવમાં નિષ્ફળતા કે ડરામણી કહીકતોનો સામનો કરવો પડે તો કેવી રીતે આગળ વધી શકાય તે પણ શિખવા જેવું છે.
ADVERTISEMENT