સુરતઃ સુરત હીરા ઉદ્યોગ માટે જાણીતું છે, અહીં જોકે વેપારીઓમાં છેલ્લા ઘણા સમયથી આ બાબતને લઈને પણ ચિંતાઓ ઊભી થઈ હતી કે લૂંટારુંઓ, ઠગ ટોળકીઓ અને ચોરોથી તેમને ઘણું નુકસાન પણ થાય છે. વધુ એક વખત વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. 15 લાખના હીરા લઈ શખ્સ હવામાં ઓગળી ગયો હોય તેમ છૂ મંતર થઈ ગયો છે. મીની બજારમાં આવેલી હીરાની ઓફીસમાં ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
બે-ત્રણ દુકાનોનો માલ એક જ જગ્યાએ હતો
સુરતના વરાછામાં આવેલી ઠાકોર દ્વાર સોસાયટીમાં હીરાની ઓફીસ છે ત્યાં ચોરીની ઘટના બની છે. ઓફીસમાં ઘૂસવા માટે ડ્રિલ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓફીસનો આગળનો ગ્રીલ વાળો ભાગ તોડીને શખ્સ અંદર પ્રવેશ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ હતી. ઓફીસમાં રહેલા અંદાજીત 15 લાખની કિંમતના હિરાઓ ચોરીને આ શખ્સ ત્યાંતી ફરાર થઈ ગયો હતો. ઓફિસમાં બે ત્રણ દુકાનોનો માલ હતો. જે એક જ જગ્યા પર મુકવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વારાછા પોલીસે ફરિયાદ નોંધી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા હાથે લઈ કાર્યવાહી આરંભી છે.
ADVERTISEMENT